સુશાંત કેસમાં મિસ્ટ્રી ગર્લની થઈ ગઈ ઓળખાણ, શોવિક ચક્રવર્તીની મિત્ર જમીલા છે

અભિનેતા સુશાંતસિંહ રાજપૂતના મોતની તપાસમાં દિવસે દિવસે નવા વળાંક અને ખુલાસાઓ થઈ રહૃાા છે. અત્યાર સુધી જે મિસ્ટ્રી ગર્લની વાત કરવામાં આવી રહી હતી. તેમનો પણ ખુલાસો થઈ ગયો છે. મળતી માહિતી મુજબ મુંબઈ પોલીસે જે શંકાસ્પદ  છોકરીની વાત કરી હતી તે રિયા ચક્રવર્તીના ભાઈ શોવિક ચક્રવર્તીની મિત્ર જમીલા છે.
જણાવી દઈએ કે ૧૪ જૂને સુશાંતસિંહ રાજપૂતની આત્મહત્યાના સમાચાર સાંભળીને તેમના ઘરે પ્રિયંકા ખેમાની, જમીલા અને મહેશ શેટ્ટી પહોંચ્યા હતા. પરંતુ ઘટના સ્થળ ઉપર હાજર પોલીસે તેને અંદર જવા દીધા નહોતા અને પરત મોકલી દીધા હતા. જો કે પછી જમીલા સુશાંતના ઘરના સ્ટાફના લોકોને મળીને નિકળી ગઈ હતી.
ઉલ્લેખનિય છે કે મહારાષ્ટ્રની ઉદ્ધવ સરકારે રવિવારે સુશાંતસિંહ રાજપૂત કેસને સીબીઆઈને સોંપવાની ફરી મનાઈ કરી છે. બોલિવૂડ સિતારાઓથી લઈને વિપક્ષી દળ પણ સુશાંતસિંહ રાજપૂત કેસની તપાસ સીબીઆઈ કરે તેવુ ઈચ્છી રહી છે. પરંતુ મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દૃેશમુખે ફરી એક વાર કહૃાું છે કે મામલાની તપાસ મુંબઈ પોલીસ જ કરશે. જો કે સુશાંતસિંહ રાજપૂતના મોતના ૨ મહીના પછી પણ પોલીસની તપાસ એક ડગલું પણ આગળ નથી વધી રહી.