સુશાંત કેસમાં રિયા વિરૂદ્ધ એફઆઈઆર બાદ અંકિતાએ કહૃાું- Truth wins…

મુંબઈ,
સુશાંતસિંહ કેસમાં દિવસે દિવસે નવા વળાંક આવી રહૃાા છે. ત્યારે મંગળવારે ફરી નવો વળાંક આવ્યો છે. સુશાંતના પિતાએ પુત્રના મોતના દોઢ મહિના પછી મોટો ખુલાસો કર્યો છે. સુશાંતના પિતાએ પટનામાં રિયા ચક્રવર્તી વિરૂદ્ધ એફઆરઆઈ નોંધાવી છે. સુશાંત આત્મહત્યા કેસમાં રિયાનું નામ સામે આવ્યા બાદ દરેકની નજર આ કેસ પર રહેલી છે. હવે સુશાંતની એક્સ ગર્લફ્રેન્ડ અંકિતા લોખંડેએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે. જેમાં તેણે લખ્યું છે કે  Truth wins…. અંકિતાની આ પોસ્ટ ત્યારે સામે આવી છે જ્યારે આ કેસમાં રિયા ચક્રવર્તીનું નામ સામે આવ્યું. અંકિતાની આ પોસ્ટ સુશાંતના મોતની તપાસની તરફ ઈશારા કરે છે. અંકિતાની આ પોસ્ટ પર સુશાંતના ચાહકોના લાખો રિએક્શન આવી રહૃાા છે. લોકોનું કહેવું છે કે સત્યનો હંમેશા વિજય થાય છે. તેમની જ જીત થાય છે.
જણાવી દઈએ કે સુશાંતના પિતા રિયાની વિરૂદ્ધ દાખલ કરેલી એફઆરઆઈમાં એક્ટ્રેસ પર ગંભીર આરોપ લગાવ્યા છે. જણાવ્યું કે રિયાએ સુશાંતને તેના પરિવારથી દૃૂર કરવાની કોશિશ કરી રહી હતી. સુશાંતનો નંબર પણ બદલાવી દૃીધો જેથી કરીને તે ઘરવાળાઓ સાથે વાત ન કરી શકે. સુશાંત પર નજર રાખવા માટે તેના સ્ટાફને બદલી દૃેવામાં આવ્યો. રિયાની નજર સુશાંતના પૈસા પર હતી. રિયાએ સુશાંતના એકાઉન્ટમાં પૈસા ઉપાડ્યા, છેતરિંપડી કરવાની કોશિશ કરી. સુશાંતના પિતાનો એ પણ આરોપ છે કે રિયા દ્વારા જ સુશાંતને આત્મહત્યા માટે ઉશ્કેરણી કરવામાં આવી છેસ બ્લેકમેઈલ કરવામાં આવ્યો હતો અને ધમકી આપી હતી.
રિયા પર આરોપ છે કે તેણે સુશાંતના મેડિકલ રિપોર્ટને પણ મીડિયામાં લીક કરવાની ધમકી આપી હતી. એ પણ કહેવામાં આવ્યું હતુ કે જો તું મારી વાત નહીં માનેતો હું આ રિપોર્ટ મીડિયામાં આપી દઈશ. દરેકને કહી દઈશ કે તું પાગલ છે. પછી કોઈ તમે ફિલ્મોમાં કામ નહીં આપે અને તું બર્બાદ થઈ જઈશ. સુશાંતના પિતા દ્વારા લગાવવામાં આવેલા આ આરોપોની બિહાર પોલીસ તપાસ કરી રહી છે.