સુશાંત કેસમાં CBI તપાસ કરશે: રિયાની અરજી પર ’સુપ્રીમ’ ચુકાદો

  • પટનામાં નોંધાયેલો કેસ મુંબઇમાં ટ્રાન્સફર કરવાની રિયાની અરજી સુપ્રિમે ફગાવી
  • મુંબઇ પોલીસને તપાસ કરવામાં સહયોગ કરવાના આદેશ અપાયા,પટણામાં બિહાર સરકારે જે એફઆઇઆર કરી છે તે સાચી છે  કોર્ટ
  • સીબીઆઇની  એક ટીમ કેસની તપાસ માટે આજે અથવા આવતીકાલે મુંબઈ પહોંચશે, મર્ડરના એન્ગલથી તપાસ કરશે

સુશાંત સિંહ રાજપૂતના નિધનના મામલામાં પટનામાં નોંધાયેલો કેસ મુંબઈમાં ટ્રાન્સફર કરવા માટે અભિનેત્રી રિયા ચક્રવર્તીની અજી પર સુપ્રીમ કોર્ટમાં બુધવારે સુપ્રીમ ચુકાદો સંભળાવ્યો છે. સુપ્રીમ કોર્ટે ને તપાસનો આદેશ આપ્યો છે અને મહારાષ્ટ્ર સરકારને CBIને સહકાર આપવાનું કહૃાું છે. સુપ્રીમ કોર્ટે કહૃાું કે, પટનામાં નોંધાયેલી FIRની તપાસ માટે CBIસક્ષમ છે અને આ મામલે જો આગળ પણ કોઈ કેસ થાય તો તેની તપાસ પણ CBI જ કરશે. સાથે જ કહૃાું કે, મહારાષ્ટ્ર પોલીસ CBIને સહકાર આપે કારણકે તપાસનો આદેશ સુપ્રીમ કોર્ટે આપ્યો છે.

ઉલ્લેખનીય છે કે, સુશાંત સિંહ રાજપૂતના મોત મામલે તપાસનો અધિકાર કોને છે તે અંગે મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો હતો. સુપ્રીમ કોર્ટે બધા પક્ષો પાસેથી લેખિત જવાબ માગ્યો હતો. બિહાર સરકાર, રિયા ચક્રવર્તી, સુશાંતના પરિવાર તરફથી સુપ્રીમ કોર્ટને લેખિત જવાબ સોંપાયો હતો. જવાબમાં કહેવાયું હતું કે, સુપ્રીમ કોર્ટ CBI અને ઈડ્ઢને પોતાની તપાસ ચાલુ રાખવા દે.

સુપ્રીમ કોર્ટે સુશાંતના પરિવારની તરફેણમાં નિર્ણય સંભળાવ્યા બાદ કે. કે. સિંહના વકીલ વિકાસસિંહે કહૃાું, “સુશાંત સિંહ રાજપૂતના પરિવાર માટે આ વિજયની ક્ષણ છે. કોર્ટે સ્પષ્ટપણે કહૃાું છે કે, પટનામાં નોંધાયેલી FIR યોગ્ય છે. સુપ્રીમ કોર્ટે એમ પણ કહૃાું કે, આ કેસમાં આગળ કોઈ નવી FIR થશે તો તેની તપાસ પણ CBI જ કરશે. અમને આશા છે કે, જલદી જ ન્યાય મળશે. પરિવાર આ ચૂકાદાથી ખુશ છે.”

ઉલ્લેખનીય છે કે, રિયા ચક્રવર્તી તરફથી અપાયેલા લેખિત નિવેદનમાં કહેવાયું હતું કે, ઘટના મુંબઈની માટે જ્યુરિસ્ડિક્શન મહારાષ્ટ્ર પોલીસનું હોવું જોઈએ પરંતુ બિહાર પોલીસે કેસ નોંધ્યો છે. રિયા સામે પોલિટિકલ ફોર્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ કેસને રાજનીતિનો રંગ આપવામાં આવી રહૃાો છે, જેથી ભવિષ્યમાં લાભ ઉઠાવી શકાય. આ મામલે બિહાર પોલીસનું અધિકારક્ષેત્ર ના હોવાથી કેસ મુંબઈ ટ્રાન્સફર થવો જોઈએ.

ઉલ્લેખનીય છે કે, સુશાંત સિંહ રાજપૂતની મોત ૧૪ જૂને થઈ હતી. સુશાંતના મોતને બે મહિનાથી વધુનો સમય થયો છે તેમ છતાં કેસનો ઉકેલ આવ્યો નથી. એવામાં સુશાંતનો પરિવાર હવે કેસની તપાસમાં વધુ મોડું થાય તેમ ઈચ્છતો નહોતો. સુશાંતની બહેન શ્વેતા સિંહ કીર્તિ, એક્સ-ગર્લફ્રેન્ડ અંકિતા લોખંડે સહિત દિવંગત એક્ટરના મિત્રો અને ફેન્સ સોશિયલ મીડિયા પર ન્યાયની માગ કરી રહૃાા છે.

હવે CBIની એક ટીમ આ કેસની તપાસ માટે ગુરુવાર અથવા શુક્રવારે મુંબઈ પહોંચશે. આ ટીમ મર્ડરના એન્ગલથી તપાસ કરશે. CBIએ આ કેસ માટે ગુજરાત કેડરના IPS મનોજ શશિધરના નેતૃત્વમાં SIT ની રચના કરી છે. ગુજરાત કેડરના મહિલા IPS અધિકારી ગગનદીપ ગંભીર પણ આ ટીમનો ભાગ છે, જે દિલ્હી CBIના હેડક્વાર્ટરમાં કાર્યરત છે.