સુશાંત કેસ કેસ વચ્ચે તાપસી પન્નૂનું ટ્વિટ: કોઈને એટલા પણ ન ડરાઓ કે ડર જ નીકળી જાય

બોલિવૂડ અભિનેત્રી તાપસી પન્નૂ આજકાલ પોતાના ટ્વિટના કારણે ચર્ચામાં જોવા મળી રહી છે. તાપસીએ રવિવારે વધુ એક ટ્વિટ કર્યુ હતું. જે ખુબ વાયરલ થઈ રહૃાું છે. તાપસીએ પોતાના ટ્વિટમાં લખ્યું છે કે, કોઈને એટલા પણ ન ડરાવો કે ડર જ ગાયબ થઈ જાય. અને જેને ડર નથી હોતો તેનાથી થોડું ડરવું જોઈએ. ટ્વિટર ઉપર લોકોને એવું લાગી રહૃાું છે કે તાપસીએ આ ટ્વિટ ફરી અભિનેતા સુશાંતસિંહ રાજપૂતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીના સપોર્ટમાં કર્યું છે.તાપસીના આ ટ્વિટ ઉપર લોકો પોતાની પ્રતિક્રિયાઓ આપી રહૃાા છે.
આ પહેલા તાપસીએ ટ્વિટ કરીને કહૃાું હતું કે કે, દરેક મહિલા જે પોતાના કરતા વધારે સક્સેસફુલ માણસની સાથે છે, તે ગોલ્ડ ડિગર નથી હોતી. હાલ તપાસ એજન્સીઓ પોતાનું કામ કરી રહી છે. એક સમયમાં એક જ ડગલું. તો સાથે સાથે એક બીજા ટ્વિટના કારણએ તાપસી સોશિયલ મીડિયા ઉપર ટ્રોલ પણ થઈ હતી. જ્યારે તેણે રિયા ચક્રવર્તીના સપોર્ટમાં ટ્વિટ કરતા કહૃાું હતું કે વ્યક્તિગત રીતે હું ન તો સુશાંતને ઓળખુ છે કે ન રિયાને, પરંતુ એટલુ જરૂરથી જાણુ છું કે ન્યાયપાલિકા પહેલા કોઈને પણ દોષી સાબિત કરવું ખોટું છે. કાનૂન ઉપર વિશ્ર્વાસ રાખો. જણાવી દઈએ કે સુશાંતસિંહ રાજપૂત કેસની સાથે જોડાયેલા ડ્રગ મામલામાં રિયા ચક્રવર્તીની આજે ફરી પૂછપરછ કરવામાં આવી રહી છે.
મળતી માહિતી મુજબ રિયા અને બાકીના આરોપીઓને આજે આમને સામને બેસાડીને પૂછપરછ કરવામાં આવી શકે છે. ડ્રગ ચેટ મામલામાં નારકોટિક્સ કંટ્રોલ બ્યુરોએ રવિવારે રિયા ચક્રવર્તીની સાડા છ કલાક પૂછપરછ કરી હતી. એનસીબીની સામે પૂછપરછમાં રવિવારે રિયા ચક્રવર્તીએ દાવો કર્યો હતો કે સુશાંત ડ્રગ લેતો હતો. તો સાથે સાથે એમ પણ કહૃાુ હતું કે સુશાંત વીડ એટલે કે ચરસ લેતો હતો.