સુશાંત કેસ: ફિલ્મોને નેટેગિટ રેડિંગ આપવાના આરોપમાં રાજીવ મસંદની થશે પૂછપરછ

સુશાંતસિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં હજુ તપાસ ચાલી રહી છે. બાંદ્રા પોલીસ દરેક પાસાની તપાસ કરવામાં લાગી છે. આ વચ્ચે સમાચાર મળી રહૃા છે કે પોલીસે જાણીતા ફિલ્મ ક્રિટિક રાજીવ મસંદને પૂછપરછ માટે બોલાવ્યા છે. ફિલ્મ ક્રિટિક રાજીવ મસંદને સુશાંતસિંહ રાજપૂત કેસમાં પૂછપરછ માટે ૨૧ જુલાઈએ બોલાવવામાં આવ્યા છે. કહેવામાં આવી રહૃાું છે કે રાજીવ મસંદૃે સુશાંતને લઈને ઘણા નેગેટિવ આર્ટિકલ લખ્યા હતા. સાથે સુશાંતની ફિલ્મને નેગેટિવ રેડિંગ આપ્યા હતા. માહિતી છે કે રાજીવે કેટલાક લોકોના કહેવા પર સુશાંતની ફિલ્મને નેગેટિવ રેડિંગ આપી હતી.
આ સંદર્ભમાં પૂછપરછ માટે રાજીવ મસંદને બોલાવવામાં આવ્યા છે. તેમની પૂછપરછ બાદ જાણવા મળશે કે આ બધા આરોપમાં કેટલું સત્ય છે. આ કેસમાં અત્યાર સુધી ઘણા હાઈ પ્રોફાઇલ લોકોની પૂછપરછ કરવામાં આવી ચુકી છે. આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે પોલીસ જલદી તે જાણકારી મેળવી લેશે કે સુશાંતે ક્યા કારણે આત્મહત્યા જેવુ મોટુ પગલુ ભર્યુ હતું. બીજી તરફ સોશિયલ મીડિયા પર સુશાંતના મોતની સીબીઆઈ તપાસની માગ જોર પકડી રહી છે. સુશાંતના ફેન્સ સિવાય બોલીવુડના અન્ય સેલિબ્રિટીઓ પણ આ કેસની સીબીઆઈ તપાસ કરવાની માગ કરી રહૃાાં છે.