સુશાંત કેસ: ફેક ન્યૂઝ ફેલાવતા વીડિયો અપલોડ કરનાર શખ્સની કરાઈ ધરપકડ

સુશાંતસિંહ રાજપૂત કેસ સંબંધિત ફેક ન્યૂઝ ફેલાવનાર તેમજ મહારાષ્ટ્ર સરકાર અને મુંબઈ પોલીસની છબી ખરાબ કરનાર શખ્સની પોલીસે ધરપકડ કરી હતી. જો કે, બાદમાં જામીન પર તેનો છુટકારો થયો હતો. સુશાંત સિંહ રાજપૂત કેસમાં કથિત રીતે ફેક ન્યૂઝ ફેલાવી રહેલા અને મહારાષ્ટ્ર સરકાર તેમજ મુંબઈ પોલીસને બદનામ કરતા વીડિયો ર્રૂે્ેહ્વી પર અપલોડ કરનાર એક શખ્સની રવિવારે ધરપકડ કરવામાં આવી હતી. એક ઉચ્ચ અધિકારીએ આ અંગેની માહિતી આપી હતી. ઉમર સર્વજ્ઞ નામનો શખ્સ રાજ્ય સરકારની છબી ખરડી રહૃાો હોવાનું ધ્યાનમાં આવ્યા બાદ મુંબઈ પોલીસની સાયબર વીંગે કાર્યવાહી કરતાં તેની ધરપકડ કરી હતી.
શખ્સ સામે ગયા મહિને આઈપીસીની કલમ ૫૦૫(૨) (દૃુશ્મની, નફરત ફેલાવવી અથવા તેને પ્રોત્સાહિત કરતાં નિવેદન), ૫૦૦ (બદનામી), ૫૦૧, ૫૦૪ (જાણી જોઈને શાંતિ ભંગ થાય તેવું અપમાન કરવાનો પ્રયાસ કરવો) હેઠળ ગુનો નોંધ્યો છે, તેમ પોલીસ અધિકારીએ કહૃાું હતું. વીડિયો મહારાષ્ટ્ર સરકાર અને મુંબઈ પોલીસની છબી ખરડી રહૃાા હોય તેવા હોવાનું અમે જાણવા મળ્યું હતું. તપાસ બાદ અમે તેને ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ ૪૧ (છ)હેઠળ તપાસ અધિકારી સમક્ષ હાજર થવાનું સમન્સ પાઠવ્યું હતું’,
તેમ અધિકારીએ જણાવ્યું હતું. આરોપીની ધરપકડ કરવામાં આવી હતી અને બાદમાં જામીન પર તેનો છૂટકારો થયો હતો, તેમ પણ અધિકારીએ કહૃાું. સુશાંતનો મૃતદૃેહ ૧૪ જુલાઈએ તેના બાંદ્રા સ્થિત એપાર્ટમેન્ટમાં પંખા સાથે લટકતી હાલતમાં મળી આવ્યો હતો. જે બાદ મુંબઈ પોલીસે આકસ્મિક મોતનો કેસ નોંધ્યો હતો અને આશરે ૫૦ લોકોની પૂછપરછ કરી હતી. એક્ટરના કેસમાં અલગ-અલગ એન્ગલથી તપાસ થઈ રહી છે. હાલ સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશન, અને (નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો) પૂછપરછ કરી રહૃાું છે.