સુશાંત કેસ: મહેશ ભટ્ટ-કરણ જોહરના મેનેજરની થશે પૂછપરછ

૧૪ જૂને સુશાંતસિંહ રાજપૂતનો મૃતદૃેહ તેના બાંદ્રાના સ્થિત ઘરેથી મળ્યો હતો. જે બાદ પોલીસે કહૃાું કે સુશાંતે આત્મહત્યા કરી છે. જો કે સુશાંતે કયા કારણોસર આટલું મોટું પગલું ભર્યું તે માટે મુંબઈ પોલીસ સતત તપાસ કરી રહી છે. પોલીસે આ મામલે અત્યાર સુધી સુશાંતના ઘણા નજીકના અને સાથી લોકોની પૂછપરછ કરી છે. પરંતુ હવે આ મામલે ફિલ્મ નિર્માતા મહેશ ભટ્ટની પણ પૂછપરછ કરવામાં આવશે. મુંબઈ પોલીસ ડાયરેક્ટર મહેશ ભટ્ટની પણ પૂછપરછ કરવા જઈ રહી છે. મહારાષ્ટ્રના ગૃહ મંત્રી અનિલ દૃેશમુખ દ્વારા આ માહિતી આપવામાં આવી છે.
આદિત્ય ચોપડા અને સંજય લીલા ભણસાલીની પૂછપરછ કર્યા બાદ મુંબઈ પોલીસે હવે પ્રખ્યાત ડિરેક્ટર મહેશ ભટ્ટ અને કરણ જોહરના મેનેજરને સોમવારે ૨૭ જુલાઇને પૂછપરછ માટે બોલાવ્યા છે. મહારાષ્ટ્રના ગૃહ પ્રધાન અનિલ દૃેશમુખે આ સમાચારની પુષ્ટિ કરી છે. આ પૂછપરછમાં સુશાંતિંસહ રાજપૂતની આત્મહત્યાના સંભવિત કારણો અંગે પૂછપરછ કરવામાં આવશે.
મીડિયાથી વાત કરતા અનિલ દૃેશમુખે સ્પષ્ટ કર્યું છે કે પોલીસ આ મામલે જલદૃી મહેશ ભટ્ટની પૂછપરછ કરવા જઇ રહી છે. તે સિવાય આ મામલે કરણ જોહરના મેનેજરની પણ પૂછપરછ કરવામાં આવશે અને જરૂરત પડવા પર કરણ જોહરથી પણ પૂછપરછ કરવામાં આવી શકે છે.