સુશાંત કેસ મામલે સીબીઆઈની સ્પસ્ટતા:પૂર્ણ નથી થઇ સુશાંતનાં કેસની તપાસ

સુશાંત સિંહ રાજપૂતનાં મોતની તપાસ કરતાં સીબીઆઈને બે મહિના જેટલો સમય થઇ ગયો છે. બે મહિના લાંબી ચાલેલી તપાસમાં સીબીઆઈનાં હાથમાં હજુ સુધી કોઇ ચોક્કસ પુરાવો આવ્યો નથી. જેનાંથી સીબિત થઇ શકે કે, સુશાંતે આત્મહત્યા નહોતી કરી પણ તેની હત્યા થઇ હતી. આ વાતને પુખ્તા કરી એઇમ્સની મેડિકલ રિપોર્ટએ. હાલમાં જ સુશાંતની પોસ્ટમોર્ટમ રિપોર્ટને રીએનાલાઇઝ કરનારી એઇમ્સની ફોરેન્સિક ટીમે આને સીધે સીધી આત્મહત્યા ગણાવી હતી. જે બાદ ગત દિવસોમાં એવી ખબર સામે આવી કે સીબીઆઈ, એસઆઈટીએ સુશાંત સિંહ રાજપૂતનાં મોતનાં કેસની તપાસ પૂર્ણ કરી લીધી છે. જેમાં કોઇ જ પ્રકારનું ષડ્યંત્ર નથી. કહેવામાં આવે છે. કે, સીબીઆઈ, એસઆઈટી જલદી જ પટના કોર્ટમાં તેમની રિપોર્ટ રજૂ કરશે અને આ કેસને બંધ કરી દેશે. હવે સીબીઆઈએ એક ઓફિશિયલ સ્ટેટમેન્ટ જારી કરી આ પ્રકારની ખબરનોને ખોટી ગણાવી છે.

અને સ્પષ્ટ કરી દીધુ છે કે, સુશાંત કેસની તાપસ હજુ ચાલુ છે, જી હાં સીબીઆઈએ સંપૂર્ણ તપાસ પૂર્ણ કરી નથી. કેન્દ્રીય તપાસ બ્યૂરો સુશાંત સિંહ રાજપૂતનાં મોતની તપાસને શરૂ રાખેલી છે. મીડિયામાં કેટલીક અટકલ છે કે સીબીઆઈ એક નિષ્કર્ષ પર પહોંચી ગઇ છે. આ તપાસ ફરી થઇ શકે છે. આ તમામ રિપોર્ટ નિરાધાર અને ખોટી છે. આપને જણાવી દઇએ કે, મીડિયામાં આ પ્રકારનાં સમાચાર આવ્યાં બાદ સીબીઆઈએ તેમની તપાસ પૂર્ણ કરી લીદી છે. સીબીઆઈએ તેમનું આ ઓફિશિયલ સ્ટેટમેન્ટ જારી કર્યું છએ. જેનાંથી સ્પષ્ટ થઇ ગયુ છે કે, સુશાંત કેસની તપાસમાં લાગેલી સીબીઆઈ ટીમ હજુ સુધી કોઇ જ નિષ્કર્ષ પર નથી પહોંચી. આ મામલે જોડાયેલી બીજી મોટી ખબર એ છે કે, સુશાંત કેસનાં નિષ્કર્ષ સુધી પહોંચવા માટે સીબીઆઈ ટીમે તેનાં પૂર્વ મેનેજર,

દિશા સાલિયાનનાં બોયફ્રેન્ડ રોહન રાયની પણ મુલાકાત કરી હતી. જોકે સીબીઆઈની ટીમે રોહન રાયની તપાસ પહોંચ્યાં હતાં શું આ જ કારણ હતું કે, હજુ સુધી સ્પષ્ટ નથી થયું. આપને જણાવી દઇએ કે, રોહન રાય જ તે વ્યક્તિ છે જે ૮ જૂનનાં દિશાની સાથે હતો. જ્યારે દિશાએ બિલ્ડિંગનાં ૧૪માં માળેથી છલાંગ લગાવી હતીં. દિશાની આત્મહત્યા કેસ અને સુશાંત સિંહ રાજપૂતનાં મોત કેસને જોડવામાં આવી રહૃાું છે. ગત દિવસોમાં એક્ટર યુવરાજ સિંહએ વારંવાર દાવો કર્યો હતો કે, રોહન રાયની પૂછપરછ બાદ આ કેસને નિષ્કર્ષ સુધી પહોંચાડી શકાય છે. રોહન સાથેની પૂછપરછમાં સીબીઆઈને કોઇ મોટી લિડ મળી નથી તેથી હજુ સુધી આ કેસમાં કંઇ સ્પષ્ટ થયુ નથી.