સુશાંત કેસ: રિયા અને શોવિકે ૬ ઓક્ટોબર સુધી જેલમાં જ રહેવું પડશે

 

બોલિવૂડના દિવંગત અભિનેતા સુશાંત રાજપૂત કેસ સંલગ્ન ડ્રગ્સ કેસ મામલે અભિનેત્રી રિયા ચક્રવર્તી અને તેના ભાઈ શોવિક ચક્રવર્તીની જામીન અરજી મુંબઈની એક વિશેષ એનડીપીએસ કોર્ટે ફગાવી દેતા હવે રિયા ચક્રવર્તી અને તેના ભાઈ શોવિકે ૬ ઓક્ટોબર સુધી જેલમાં જ રહેવું પડશે. રિયા ચક્રવર્તીની ૮ સપ્ટેમ્બરના રોજ ધરપકડ કરી હતી અને ૨૨ સપ્ટેમ્બર સુધી તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવાઈ હતી. રિયાએ હવે બોમ્બે હાઈકોર્ટમાં જામીન અરજી દૃાખલ કરી છે. જેની સુનાવણી આવતી કાલે ૨૩ સપ્ટેમ્બરે હાથ ધરાશે.
રિયા ચક્રવર્તીની સાથે સાથે તેના ભાઈ શોવિક ચક્રવર્તીની પણ ડ્રગ્સ પ્રોક્યોર કરવાના આરોપમાં ધરપકડ થઈ હતી. પહેલા તો રિયા ડ્રગ્સ લેવાની ના પાડી રહી હતી પરંતુ નારકોટિક્સ કંટ્રોલ બ્યુરોની પૂછપરછમાં રિયાના ભાઈ શોવિકે આ વાત કબૂલી લીધી કે રિયાની ગૌરવ સાથે જે ચેટ છે તે સાચી છે અને તે પોતે સુશાંત માટે ડ્રગ્સ અરેન્જ કરાવતો હતો જેના પૈસા તેની બહેન રિયા ચક્રવર્તી આપતી હતી.
એનસીબી કે જે સુશાંત કેસમાં ડ્રગ્સ એંગલની તપાસ કરી રહી હતી તેની તપાસ જેમ જેમ આગળ વધી રહી છે તેમ તેમ દિગ્ગજ સેલેબ્સના નામ આવી રહૃાા છે. એનસીબીએ આ કેસમાં અત્યાર સુધીમાં કુલ ૧૮ લોકોની ધરપકડ કરી છે. જ્યારે સારા અલી ખાન, દૃીપિકા પાદૃુકોણ, શ્રદ્ધા કપૂર અને રકુલ પ્રીત જેવી અભિનેત્રીઓના નામ સામે આવ્યા બાદૃ સમગ્ર બોલિવુડમાં ખળભળાટ મચી ગયો છે.