સુશાંત કેસ: શોવિકની કસ્ટડી કોર્ટે ૩ નવેમ્બર સુધી વધારી

એનડીપીએસ કોર્ટે રિયા ચક્રવર્તીના ભાઈ શોવિકની કસ્ટડી ૩ નવેમ્બર સુધી વધારી દીધી છે. શોવિકને સુશાંત સિંહ ડેથ કેસમાં સામે આવેલા ડ્રગ્સ એન્ગલ પછી ૪ સપ્ટેમ્બરે અરેસ્ટ કરવામાં આવ્યો હતો. એક દિવસ પહેલાં શોવિકની કસ્ટડી પૂરી થઇ રહી હતી ત્યારબાદ એનસીબીએ ફરીવાર તેને કોર્ટ સમક્ષ હાજર કર્યો. કોર્ટે જામીન અરજી રિજેક્ટ કરી દીધા.
શોવિકની ધરપકડ ડ્રગ પેડલર બાસિત પરિહારના સ્ટેટમેન્ટ પછી થઇ હતી. તેમાં તેણે કહૃાું હતું કે તે જૈદ વિલાત્રા અને કૈઝાન ઇબ્રાહિમ પાસેથી ડ્રગ્સ લેતો હતો. એનસીબીએ આ કનેક્શન હેઠળ અર્જુન રામપાલની પાર્ટનર ગેબ્રિએલના ભાઈ અગિસીલાઓસને પણ અરેસ્ટ કર્યો છે. અગિસીલાઓસને પણ ૩ નવેમ્બર સુધી કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે.