સુશાંત કેસ: સલમાન, કરણ જોહર સહિત બૉલિવૂડની આઠ હસ્તીઓને નોટિસ

મુંબઈ,
બિહારના મુઝફરપુર જિલ્લા કોર્ટમાં અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની મોત મામલે ફિલ્મના નિર્માતા નિર્દૃેશક કરણ જોહર, અભિનેતા સલમાનખાન સહિત આઠ લોકો સામે કેસ દાખલ કરવા માટે અરજી કરવામાં આવી હતી. કોર્ટ શુક્રવારે સુનાવણી દરમિયાન આ કેસમાં આ આઠ બૉલિવૂડ હસ્તીઓને નોટિસ ફટકારી છે. આ કેસમાં વકીલ એડવોકેટ સુધીર ઓઝાએ જણાવ્યું હતું કે, ૧૭ જૂને સીજેએમ કોર્ટમાં ફરિયાદ નોંધાઈ હતી. જેને સીજેએમ કોર્ટે ફગાવી દૃીધી હતી. આ પછી ૧૪ ઓગસ્ટના રોજ જિલ્લા અને સેશન્સ જજની કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. આઠ સેલેબ્સ સામે ફરિયાદૃ નોંધાઇફોજદારી એડવોકેટ સુધીર ઓઝા કહૃાું કે, કોર્ટ દ્વારા કેસ ચલાવવામાં આવી રહૃાો હતો, ત્યારે તમામ કાગળો સીજેએમ કોર્ટ પાસે માંગવામાં આવ્યા હતા. ત્યારબાદ કોર્ટે સમગ્ર મામલાની ઝીણવટભરી તપાસ કરી સુનાવણી કરી. તેમજ શુક્રવારે આ આઠ સ્ટાર્સ વિરુદ્ધ નોટિસ ફટકારતા તેઓએ ખુદ અથવા વકીલ દ્વારા ૭ ઓક્ટોબરના રોજ મુઝફરપુર જિલ્લા કોર્ટમાં પોતાનો પક્ષ રજૂ કરવા જણાવ્યું છે.