સુશાંત કેસ: સાક્ષી ગણેશ અને અંકિતને જાનથી મારી નાંખવાની ધમકી મળી

અભિનેતા સુશાંતસિંહ રાજપૂતની કથિત આત્મહત્યામાં એક નવો જ વળાંક આવ્યો છે. કેસને લઇને અનેક અલગ-અલગ પ્રકારની વાતો કહેવામાં આવી રહી છે. સુશાંત સાથે જોડાયેલા લોકો કેસમાં સુશાંતનું સમર્થન કરી રહૃાા છે. તેના દોસ્તો અને નજીકના લોકોનું માનવું છે કે સુશાંત આત્મહત્યા જેવું પગલું ના ઉઠાવી શકે. તો આ મામલે પોતાને મહત્વનો સાક્ષી ગણાવતા ગણેશ હિવારકર અને અંકિત આચાર્યને જાનથી મારી દૃેવાની ધમકી મળી રહી છે.
અંકિત આચાર્ય સુશાંતનો પૂર્વ મેનેજર છે અને ગણેશ હિવારકર સુશાંતનો દોસ્ત. બંનેએ એક ન્યૂઝ ચેનલ સાથે વાત કરતા ખુલાસો કર્યો હતો કે સુશાંત માનસિક રીતે એકદમ સ્વસ્થ હતો. અંકિતે કહૃાું હતુ કે સુશાંતનું મર્ડર થયું છે તે પણ તેના ડૉગી ફઝના બેલ્ટથી. તો ગણેશે દાવો કર્યો હતો કે સુશાંતનું નિધન એક દિવસ પહેલા એટલે કે ૧૩ જૂનના ૫થી ૬ લોકો સુશાંતના લેટ પર આવે છે. હવે હાલમાં જ અંકિત આચાર્યએ સોશિયલ મીડિયાના માધ્યમથી જણાવ્યું કે છે કે તેને જાનથી મારી દૃેવાની ધમકી આપવામા આવી રહી છે. અંકિતે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક સ્ટોરી શેર કરી છે.
તેણે જણાવ્યું છે કે તેના પર પોલીસ અને મીડિયાથી દૃૂર રહેવાનો દબાવ બનાવવામાં આવી રહૃાો છે. સાથે જ મોઢું બંધ રાખવાની ધમકી આપવામાં આવી રહી છે. અંકિતે પોતાના માટે પ્રોટેક્શનની માંગણી કરી છે. અંકિત જ નહીં, પરંતુ ગણેશ સાથે પણ આવું જ થઈ રહૃાું છે. તાજેતરમાં જ ગણેશ હિવારકરે ટ્વિટર પર આ વાતની જાણકારી આપતા પોતાના જીવને ખતરો હોવાનુ જણાવ્યું છે. આ સાથે જ તેણે પણ સુરક્ષાની માંગણી કરી છે. ગણેશે પોતાના ટ્વીટમાં લખ્યું છે કે, ‘મને અને અંકિતને સુરક્ષાની જરૂર છે. તેણે પોતાના ટ્વીટમાં વડાપ્રધાન મોદી, કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ, બોલીવુડ અભિનેત્રી કંગના રનૌત, અંકિતા લોખંડે અને બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર સહિત અન્ય લોકોને ટેગ કર્યા છે.