સુશાંત કેસ: ‘સુશાંત ડિપ્રેશનમાં નહોતો, પૂજામાં રિયા ચક્રવર્તી સામેલ નહોતી-પંડિત

સુશાંત સિંહ રાજપૂતનાં મૃત્યુ પછી તેની જિંદગી સાથે જોડાયેલા વીડિયો એક પછી એક સામે આવી રહૃાા છે. હાલમાં એક નવો વીડિયો વાઈરલ થયો છે, જેમાં તે પરિવાર સાથે ઘરમાં કાલસર્પ યોગની પૂજામાં સામેલ છે. આ વીડિયો તેના જન્મદિવસનો હોઈ શકે છે. રિપોર્ટ પ્રમાણે, સુશાંતે બાંદ્રા સ્થિત કેપરી હાઈટ્સ બિલ્ડિંગના ૧૫મા માળે રુદ્રાભિષેક અને કાલસર્પ યોગની પૂજા થઇ હતી. ૯ એપ્રિલ, ૨૦૧૯ના રોજ આ પૂજા પંડિત ગોવિંદ નારાયણે સંપન્ન કરાવી હતી. સુશાંત ત્યાં ભાડે રહેતો હતો. પંડિતના જણાવ્યા પ્રમાણે, પૂજામાં સુશાંત સિંહ રાજપૂત, તેની બહેન મિતુસિંહ અને તેનો પતિ ઉપરાંત અન્ય સ્ટાફના લોકો સામેલ હતા.
આખો પરિવાર ઘણો ખુશ હતો અને સુશાંત પણ ખુશ દૃેખાતો હતો. મને તે સમયે થોડુંક પણ એવું ન લાગ્યું કે સુશાંત ડિપ્રેશનમાં છે. મને વિશ્ર્વાસ નથી આવતો કે તેણે આત્મહત્યા કરી લીધી. નારાયણ શાસ્ત્રી-કાલસર્પ પૂજા પંડિત નામની યુટ્યુબ પર ૨૫ જૂન,૨૦૨૦ એ આ વીડિયો પોસ્ટ કરેલો છે. પૂજા ૪ કલાક ચાલી હતી આ દરમિયાન સુશાંત ધોતી અને ખેસ પહેરીને પૂજામાં બેઠો હતો. પૂજા સંપન્ન થયા પછી સુશાંતે પોતાના હાથે ૧૧ બ્રાહ્મણોને ભોજન કરાવ્યું હતું. સંપૂર્ણ પ્રક્રિયા આશરે ૬ કલાક સુધી ચાલી હતી.
આ પૂજા ઘરમાં સુખ-શાંતિ અને લક્ષ્મીની પ્રાપ્તિ માટે રાખી હતી. નટરાજની મૂર્તિ સ્થાપિત કરીને ૧૦૧ જાપ કર્યા હતા. પંડિત ગોવિંદ નારાયણે જણાવ્યું કે, રિયા આ પૂજામાં સામેલ નહોતી. આ એક પૂજા ઉપરાંત અન્ય કોઈ પૂજા માટે મારો સંપર્ક કરવામાં આવ્યો નહોતો. મેં ક્યારેય સાંભળ્યું નથી કે, રિયા ચક્રવર્તીએ સુશાંતના ઘરે કે પછી ફાર્મહાઉસ પર તંત્ર-મંત્ર સંબંધિત પૂજા કરાવી હોય.