સુશાંત સિંહ રાજપૂતની હત્યા થઈ હતી કે પછી તેણે આત્મહત્યા કરી હતી કરો ખુલાસો

સુશાંત કેસ: મહારાષ્ટ્રના ગૃહમંત્રીની સીબીઆઈને અપીલ, કહૃાું-

મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે આજે સુશાંત સિંહ રાજપૂતના મોત મામલે સીબીઆઈ ને એક અપીલ કરી છે. એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ગૃહમંત્રી અનિલ દેશમુખે સીબીઆઈને ભલામણ કરી છે કે, તેઓ જલદી એ વાત પરથી પડદો ઉઠાવે કે સુશાંત સિંહ રાજપૂતની હત્યા થઈ હતી કે પછી તેણે આત્મહત્યા કરી હતી.

અનિલ દેશમુખે કહૃાું કે, સુશાંત સિંહ રાજપૂત કેસના તપાસ રિપોર્ટના તારણો જલદી જાહેર કરવામાં આવે. તેમણે કહૃાું કે, તપાસ શરૂ થયે ૫ મહિનાથી વધુ સમય થઈ ગયો છે, પરંતુ સીબીઆઈએ હજુ પણ એ ખુલાસો કર્યો નથી કે અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની હત્યા થઈ કે તેમણે આત્મહત્યા કરી? અત્રે જણાવવાનું કે તાજેતરમાં મહારાષ્ટ્ર સરકાર દ્વારા દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોત મામલે સીબીઆઈ તપાસ અંગે સુપ્રીમ કોર્ટમાં એક જનહિત અરજી દાખલ કરી હતી.

આ જનહિત અરજીમાં સુશાંત મામલે સીબીઆઈ પાસે સ્ટેટસ રિપોર્ટ લેવાની માગણી કરાઈ હતી. નોંધનીય છે કે સુશાંત સિંહ રાજપૂત મુંબઈ સ્થિત પોતાના ઘરમાં ૧૪ જૂન ૨૦૨૦ના રોજ મૃત અવસ્થામાં મળી આવ્યો હતો. આ મામલે સીબીઆઈ ઉપરાંત ઈડી અને એનસીબી પણ તપાસ કરી રહૃાા છે.