સુષ્મિતા સેનની દીકરી રીની સેન બોલિવૂડમાં કરશે એન્ટ્રી

બોલિવૂડમાં નેપોટિઝ્મ અને ફેવરેટિઝ્મને લઈને ઘણી ચર્ચાઓ ચાલી રહી છે. આ વચ્ચે વધુ એક સ્ટાર કિડ ડેબ્યુ કરવા જઈ રહી છે. કબીર ખુરાના ફિલ્મ ’સુટ્ટાબાજી’થી સુષ્મિતા સેનની દીકરી રીનીને લોન્ચ કરી રહૃાા છે. આ વાતની જાણકારી કબીરે તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આ એક રિલેશનશિપ ડ્રામા છે જેમાં રિબેલિયસ ડોટરનો રોલ પ્લે કરતી દૃેખાશે.
’સુટ્ટાબાજી’ ફિલ્મનું શૂટિંગ પૂરું થઇ ગયું છે. ફિલ્મમાં કોમલ છાબરિયા અને રાહુલ વોહરા રીનીનાં પેરેન્ટ્સના રોલમાં દૃેખાશે. રીનીની આ ફિલ્મ ડિજીટલી રિલીઝ થશે. રીની ૨૧ વર્ષની છે. કબીર ખુરાનાની વાત કરીએ તો તેને ૯ વખત ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં અવોર્ડ મળ્યો છે.
સુષ્મિતા સેને રીનીને ૨૦૦૦માં દત્તક લીધી હતી. ત્યારબાદ ૨૦૧૦માં અન્ય એક દીકરી અલીશાને દત્તક લીધી.