રવિવારે કંકણાકૃતિ સૂર્યગ્રહણનો અનોખો યોગ સર્જાયો હતો
નવી દિૃલ્હી,ભારતમાં રવિવારે કંકણાકૃતિ સૂર્યગ્રહણનો અનોખો યોગ સર્જાયો હતો. સવારના ૯.૧૬ કલાકથી સૂર્ય ગ્રહણ શરૂ થયું હતું. ભારતમાં સૌપ્રથમ ભૂજ ખાતે ૯.૩૮ કલાકે સૂર્યગ્રહણ દૃેખાયું હતું. સવારના ૧૦ વાગ્યાથી દૃેશના મોટા ભાગમાં સૂર્યગ્રહણ લોકોએ જોયું હતું. આ વર્ષનું પ્રથમ અને આખરી સૂર્યગ્રહણ જોવા માટે લોકો આતુર બન્યા હતા. જ્યોતિષશાસ્ત્રના મતે આને કંકણાકૃતિ સૂર્યગ્રહણ કહેવામાં આવ્યું છે.
કેટલાક દૃેશોમાં આ ગ્રહણ ખંડગ્રાસ (આંશિક) સૂર્યગ્રહણ તરીકે જોવા મળ્યું હતું. ભારત ઉપરાંત નેપાળ, પાકિસ્તાન, સાઉદૃી અરબ, યુએઈ, ઈથોપિયા તેમજ કોંગોમાં પણ સૂર્યગ્રહણ લોકોએ જોયું હતું. હવે પછીનું સૂર્યગ્રહણ ૨૫ ઓક્ટોબર ૨૦૨૨ના યોજાશે. સૂર્ય પર ચંદ્રની છાયા લગભગ ૯૯ ટકા ઢંકાઈ જતાં આ ગ્રહણ સર્જાયું હતું. આકાશમાં ચંદ્રની છાયાએ સૂર્યના કેન્દ્ર સાથે મળીને સૂર્યની ચારેબાજુ એક વલયની આકૃતિ બનાવી હતી જે દૃરેક ક્ષણે તેનો અદૃભુત નજારો પેશ કરતી હતી. ક્યારેક તે બંગડીની જેમ,ક્યારેક ઈદૃના ચાંદૃની જેમ તો ક્યારેક વીંટીની જેમ નજારો પેશ કરતું હતું. છેલ્લે સૂર્ય એક ફાયર િંરગ જેવો બની ગયો હતો. જ્યારે ચંદ્ર પૃથ્વી અને સૂર્યની વચ્ચે આવે છે અને સૂર્યને મધ્યભાગથી સંપૂર્ણ ઢાંકે છે ત્યારે તેને વલયઆકાર સૂર્યગ્રહણ કહે છે. વર્ષના સૌથી લાંબા દિૃવસે આ સૂર્યગ્રહણનો યોગ પણ અનોખો છે.