સૂર્ય ગ્રહણ  ભારતમાં દેખાવાનું હોવાથી દિવાળીના મુહૂર્ત પર તેની અસર પડશે

 તા. ૧૫.૧૦.૨૦૨૨ શનિવાર, સંવંત ૨૦૭૮ આસો વદ છઠ, મૃગશીર્ષ    નક્ષત્ર, વરિયાન   યોગ, ગર    કરણ આજે  સવારે ૧૦.૦૩ સુધી  જન્મેલાંની  ચંદ્રરાશિ   વૃષભ (બ,વ,ઉ) ત્યારબાદ મિથુન (ક,છ,ઘ) .

મેષ (અ,લ,ઈ) : સાહસથી સિદ્ધિ પ્રાપ્ત થાય,આગળ વધવાની તક પ્રાપ્ત થાય.
વૃષભ (બ,વ,ઉ) : આર્થિક બાબતોમાં સારું રહે,અચાનક લાભ થવાના સંકેત છે.
મિથુન (ક,છ,ઘ) : કાર્યસિદ્ધિ આપતો દિવસ,યશ-પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.
કર્ક (ડ,હ)           : વાદ વિવાદ થી દૂર રહેવું,તમારા કામમાં વિશેષ ધ્યાન દેવું.
સિંહ (મ,ટ) :  આકસ્મિત લાભ થાય,જુના મિત્રોને મળવાનું બને,શુભ દિન.
કન્યા (પ ,ઠ ,ણ ) : સ્ત્રી વર્ગ માટે ઉત્સાહજનક,નોકરિયાતવર્ગને સારું રહે.
તુલા (ર,ત) : ધ્યાન યોગ મૌનથી લાભ થાય,ભાગ્યબળ માં વૃદ્દિ થાય.
વૃશ્ચિક (ન ,ય ) : ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણમાં આવતી જણાય,પ્રગતિકારક દિવસ.
ધન (ધ ,ભ ,ફ ,ઢ ): જાહેરજીવનમાં સારું રહે,આગળ વધવાની તક પ્રાપ્ત થાય.
મકર (ખ ,જ ) : તબિયતની કાળજી લેવી,બહારના ખાન-પાનમાં ધ્યાન રાખવું પડે.
કુંભ (ગ ,સ,શ ) : સંતાન અંગે સારું રહે,પરિવાર સાથે આનંદ માણી શકો.
મીન (દ ,ચ ,ઝ ,થ): તમામ ભૌતિક સુખ સગવડ આપતો આનંદદાયક દિવસ.

જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી

આ વર્ષે દિવાળી પર સૂર્ય  ગ્રહણ આવી રહ્યું છે વળી આ ગ્રહણ ભારતમાં દેખાવાનું હોવાથી દિવાળીના મુહૂર્ત પર તેની અસર પડશે. ધન તેરસ થી લઈને લાભ પાંચમ  સુધી આપણે સૌ કોઈ ને કોઈ રીતે સાધના કરતા હોઈએ છીએ ધન તેરસ ના દિવસે લક્ષ્મી અને કુબેર પૂજા સહીત આપણે  આરોગ્યના દેવ ભગવાન ધન્વંતરિની પૂજા પણ કરીએ છીએ કેમ કે સુખી જીવન માટે લક્ષ્મી સાથે સાથે આરોગ્ય ની અને દીર્ઘાયુની જરૂર પણ પડે છે.ભગવાન ધન્વંતરિ ની પૂજા માટે અને ધનતેરસ-ધનપૂજા-કુબેરપૂજા ચોપડા લાવવા આસો વદ-૧૨ શનિવાર તા.૨૨-૧૦-૨૨ આ દિવસે તેરસ સાજે ૬-૦૨ મિનિટ થી શરૂ થશે માટે ત્યારબાદના શુભ મુહૂર્ત  સાંજે ૬-૦૭  થી ૭-૪૧ , રાત્રે ૯-૧૬  થી ૧૦-૫૦, રાત્રે ૧૦-૫૧  થી ૧૨ -૨૪, રાત્રે ૧૨ -૨૫  થી ૦૧ -૫૮  ગણી શકાય. આસો વદ-૧૩  રવિવાર તા.૨૩-૧૦-૨૦૨૨  સાંજે ૬ -૦૩  મિનિટ પછી ચૌદસ શરુ થશે તેથી સાંજે અને રાત્રીપર્યંત ક્રૂર ગ્રહ પૂજા,માં મહાકાલી, વીર ઘંટાકર્ણ, હનુમાનજી,બટુક ભૈરવ, કાલભૈરવની આરાધના, અનુષ્ઠાન, ઉપાસના માટે ઉત્તમ મુહર્ત ગણાય. આ માટે સાંજે ૬ .૦૬ રાત્રે ૧૦.૫૦ સુધીનો સમય શ્રેષ્ઠ છે. વળી મોડી રાત્રે ૧.૫૮ થી ૩.૩૩ પણ શુભ સમય છે.