સૂર્ય બુધનો બુધાદિત્ય યોગ રચાઈ રહ્યો છે

તા. ૨૧.૭.૨૦૨૨ ગુરુવાર, સંવંત ૨૦૭૮ આષાઢ વદ  આઠમ, અશ્વિની  નક્ષત્ર, દ્યુતિ   યોગ, તૈતિલ    કરણ આજે   જન્મેલાંની  ચંદ્રરાશિ દ મેષ (અ,લ,ઈ) રહેશે.

મેષ (અ,લ,ઈ) : કાર્યસિદ્ધિ આપતો દિવસ,તમારા ક્ષેત્રમાં આગળ વધી શકો.
વૃષભ (બ,વ,ઉ) : જામીનગીરી ના કરવી અને વધુ પડતા વિશ્વાસે ના ચાલવું.
મિથુન (ક,છ,ઘ) : આવકમાં વૃદ્ધિ થાય,લોકો માં આદર પ્રાપ્ત થાય,શુભ દિન.
કર્ક (ડ,હ)            : વેપારીવર્ગને ખરીદ વેચાણમાં લાભ આપતો દિવસ,પ્રગતિ થાય.
સિંહ (મ,ટ) : ધ્યાન યોગ મૌનથી લાભ થાય,આધ્યાત્મિક ચિંતન થાય.
કન્યા (પ,ઠ,ણ) : ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણમાં આવે,કામકાજ માં સફળતા મળે.
તુલા (ર,ત) : આંતરિક સંબંધોમાં સારું રહે,મનની વાત વ્યક્ત કરી શકો.
વૃશ્ચિક (ન,ય) : હિતશત્રુઓ થી સાવધાન રહેવું,નવા પરિચયમાં ખ્યાલ રાખવો.
ધન (ધ,ભ,ફ,ઢ): સંતાન અંગે સારું રહે,પરિવાર સાથે આનંદ માણી શકો.
મકર (ખ,જ) : જમીન મકાન વાહનસુખ સારું રહે,આગળ વધવાની તક મળે.
કુંભ (ગ,સ,શ ) : સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય,દિવસ લાભદાયક રહે.
મીન (દ,ચ,ઝ,થ): તમારા સૌમ્ય વાણી વર્તન થી લાભ મેળવી શકો,પ્રગતિ થાય.

જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી

અગાઉ લખ્યા મુજબ રાહુ, કેતુના ચર રાશિમાં આવવાથી લોકોમાં વિદેશ વસવાની વિશેષ ઈચ્છા જોવા મળે છે અને વધુને વધુ લોકો વિદેશ તરફ આકર્ષાઈ રહ્યા છે બહુ અગાઉ પણ અત્રે લખેલું કે આપણું કુશાગ્ર બુદ્ધિમતા ધરાવતું યુવાધન વધુ માત્રા માં વિદેશ ગમન કરી રહ્યું છે જે રાષ્ટ્રના હિતમાં નથી. જે બુદ્ધિશાળી અને કૌશલ્યવાન યુવાનો પોતાના વતનને આપી શકે છે તે બીજા દેશમાં જઈ રહ્યું છે જે રાષ્ટ્ર માટે મોટું નુકસાન છે તો હાલમાં સારી બાબત એ છે કે સૂર્ય બુધનો બુધાદિત્ય યોગ રચાઈ રહ્યો છે જે શેરબજારમાં પ્રાણ પુરી રહ્યા છે અને ગોચરની વાત કરીએ તો શનિની બુધ પર દ્રષ્ટિ અને બુધના સૂર્ય સાથે હોવાથી સરકાર ટેક્સ બાબતે વધુ સખત થતી જોવા મળે અને આ બાબતમાં સર્વે અને રેડ પણ જોવા મળે કેમ કે સૂર્ય એ રાજા છે બુધ વ્યાપાર અને ટેક્સ છે અને શનિ પ્રજા છે માટે આ ત્રણેના સબંધથી ટેક્સની બાબતમાં સખ્તાઈ આવે અને એ મુજબના પગલાં લેવાતા જોવા મળે વળી આ જ બાબતને બીજી રીતે સમજીએ તો સૂર્ય રાજા છે બુધ પ્રધાન છે અને શનિ પ્રજા છે માટે આ ત્રણે ની યુતિ પ્રતિયુતિથી અનેક જગ્યાએ મંત્રીઓની મુશ્કેલી વધતી જોવા મળે વળી રાજકીય રીતે પણ માહોલ ગરમ રહેતો જોવા મળે. આ સમયમાં સરકાર,પોલીસ અને સેનાના કડક પગલાં પણ સામે આવતા જોવા મળે.