સૂર્ય-બુધ-રાહુની યુતિ શેરબજારને અસ્થિર કરી રહી છે

મેષ (અ,લ,ઈ) : દૂર દેશ થી સારા સમાચાર મળે,આગળ વધવાની તક મળે.
વૃષભ (બ,વ,ઉ) : જાહેરજીવનમાં સારું રહે,યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય,શુભ દિન.
મિથુન (ક,છ,ઘ) : તબિયતની કાળજી લેવી,ખાવા-પીવા માં ખ્યાલ રાખવો પડે.
કર્ક (ડ,હ) :પ્રણયમાર્ગે આગળ વધી શકો,પ્રિયપાત્ર થી મુલાકાત થાય.
સિંહ (મ,ટ) : જમીન મકાન વાહન સુખ સારું રહે,દિવસ લાભદાયક રહે.
કન્યા (પ ,ઠ,ણ) : ભાઈ ભાંડુ સુખ સારું રહે,પરિવાર સાથે આનંદ કરી શકો.
તુલા (ર,ત) : તમારા સૌમ્ય વાણી વર્તન થી કાર્ય સિદ્ધ થાય,આગળ વધી શકો .
વૃશ્ચિક (ન,ય) : કામકાજમાં સફળતા મળે,દિવસ પ્રગતિકારક અને શુભ રહે.
ધન (ધ,ભ,ફ,ઢ): કામકાજ માં નુકસાની ના જાય એ જોવું,ભાગીદારીમાં સાંભળવું.
મકર (ખ,જ) : સગા સ્નેહી મિત્રો થી સારું રહે,લેખન વાંચન મંથન થી આનંદ મળે.
કુંભ (ગ ,સ,શ) :વેપારીવર્ગ ને સારું રહે,સ્ત્રી વર્ગ માટે પણ દિવસ ઉત્સાહજનક રહે.
મીન (દ,ચ,ઝ,થ): ધ્યાન યોગ મૌન થી લાભ થાય,ધાર્મિક કાર્ય માં સહભાગી થઇ શકો.

અગાઉ લખ્યા મુજબ હાલ માં સૂર્ય-બુધ-રાહુની યુતિ ચાલી રહી છે જે શેરબજારને અસ્થિર કરી રહી છે તો બીજી તરફ સ્વગૃહી થયેલા ગુરુ મહારાજ ચાંદી સોનાના ભાવને ચમકાવી રહ્યા છે. આ ઉપરાંત અગાઉ લખ્યા મુજબ એપ્રિલ માસ મહત્વનો સાબિત થઇ રહ્યો છે અને રશિયા-યુક્રેન થી લઈને ચીન-તાઇવાનના પ્રશ્નો અને વિશ્વના ઘણા દેશો વચ્ચેનો સંઘર્ષ હાલ ચરમસીમાએ છે. એપ્રિલ માસ માં નવે નવ ગ્રહ રાશિ પરિવર્તન કરી રહ્યા છે અને પછી તુરત જ આવતા બે ગ્રહણ જે તારીખ 30 એપ્રિલ અને 16 મે પર આવી રહ્યા છે તે આ સમયને વધુ સંવેદનશીલ બનાવે છે અને અગાઉ લખ્યા મુજબ ઘરઆંગણે પણ અંદરોઅંદર સંઘર્ષના બનાવો બની રહ્યા છે. સૂર્ય-બુધ અને રાહુની યુતિ જયારે બને છે ત્યારે કેટલીક મહત્વની ઘટનાઓ નજરઅંદાજ થતી જોવા મળે છે. સૂર્ય રાજા અને બુધ પ્રધાન છે પરંતુ રાહુ સાથે આવવાથી તેમની કામગીરીમાં વિક્ષેપ પડે છે અને રાજતંત્ર પર તેની અસર જોવા મળે છે. મારા વર્ષોના અનુભવમાં મેં જોયું છે કે જયારે વ્યક્તિગત રીતે જન્મકુંડળીમાં સૂર્ય-બુધ-રાહુની યુતિ હોય તો વ્યક્તિ મહત્વની મુલાકાતમાં સમય ચુકી જતો હોય છે વળી ખાસ કરીને ટ્રેન અને ફ્લાઇટ ચૂકવાના બનાવો પણ બનતા હોય છે. ટૂંકમાં કહીએ તો સૂર્ય-બુધ-રાહુની યુતિ વ્યક્તિને મહત્વના અવસરે મોડા પાડે છે જેની અસર તેમની કારકિર્દી પર આવતી જોવા મળે છે. મારા એક ક્લાયન્ટની જન્મકુંડળીમાં આ યોગ બનતો હોય તેમને ગ્રહણયોગ માટે વૈદિક પ્રયોગ આપેલા તે પછી તેમની કારકિર્દી સારી રીતે આગળ વધતી જોવા મળી.

  • રોહિત જીવાણી