સૂર્ય મહારાજ આશ્લેષા નક્ષત્રમાં પ્રવેશ કરી રહ્યા છે

તા. ૨.૮.૨૦૨૨ મંગળવાર, સંવંત ૨૦૭૮ શ્રાવણ સુદ પાંચમ, ઉત્તરાફાલ્ગુની    નક્ષત્ર, શિવ   યોગ, બવ  કરણ આજે  જન્મેલાંની  ચંદ્રરાશિ કન્યા (પ ,ઠ ,ણ)) રહેશે .
મેષ (અ,લ,ઈ) : કુટનિતિજ્ઞ રસ્તાઓ અપનાવવા પડે,બુદ્ધિપૂર્વક નિર્ણય લેવા.
વૃષભ (બ,વ,ઉ) : પ્રણયમાર્ગે આગળ વધી શકો,મનની વાત વ્યક્ત કરી શકો.
મિથુન (ક,છ,ઘ) :  જમીન મકાન વાહન સુખ સારું રહે,દિવસ પ્રગતિકારક રહે.
કર્ક (ડ,હ)       : નવા કાર્યમાં આગળ વધી શકો,રચનાત્મક કામગીરી કરી શકો.
સિંહ (મ,ટ) :  આર્થિક બાબતો માં મધ્યમ રહે,આવકના નવા સ્ત્રોત્ર વિચારી શકો.
કન્યા (પ ,ઠ ,ણ) : તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય,યશ-પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.
તુલા (ર,ત) : દૂર દેશ થી સારા સમાચાર મળે,નવા સંપર્કો સાથે વાત થાય.
વૃશ્ચિક (ન ,ય) : નવા વિચાર થી મન સારું રહે ,પરિવાર સાથે આનંદ માણી શકો.
ધન (ધ,ભ,ફ,ઢ ): નોકરિયાતવર્ગે ઉપરી અધિકારીઓ સાથે મતભેદ નિવારવા સલાહ છે.
મકર (ખ,જ) : ધ્યાન-યોગ-મૌન થી લાભ થાય,આધ્યાત્મિક ચિંતન થાય,શુભ દિન.
કુંભ (ગ ,સ,શ) : મિશ્ર અનુભવ આપતો દિવસ,નેગેટિવ વિચારો ટાળવા સલાહ છે.
મીન (દ,ચ,ઝ,થ): વિવાહયોગ્ય મિત્રો માટે સારી  વાત આવી શકે છે,સુંદર દિવસ.

જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી  

અગાઉ લખ્યા મુજબ મંગળ રાહુની યુતિ નજીક આવવા સાથે હોસ્પિટલમાં આગ લાગવાના બનાવ વધ્યા છે અને એમપીના જબલપુરની એક હોસ્પિટલમાં ભીષણ આગ લાગવા પામી છે તો બીજી તરફ અત્રે લખ્યા મુજબ સરકારની ટેક્સ આવકમાં ખુબ વૃદ્ધિ થઇ છે અને આ વખતે વિક્રમજનક ટેક્સ ભરાયો છે. આવતીકાલે બુધવારે સૂર્ય મહારાજ આશ્લેષા નક્ષત્રમાં પ્રવેશ કરી રહ્યા છે જે વાતાવરણમાં ફેરફાર લાવનાર બનશે. પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને અવકાશમાં થી સાધનાને વેગ મળે તેવા વાઈબ્રેશન્સ પ્રાપ્ત થઇ રહ્યા છે. આ માસ દરમિયાન અત્યારની ઉર્જાને સમજીને કેટલીક બાબત ના કરીએ તો વધુ સારું પરિણામ પ્રાપ્ત થતું હોય છે. આ માસ દરમિયાન સાત્વિક વેજીટેરીઅન ખોરાક લેવો જોઈએ અને માદક દ્રવ્યોના સેવનથી બચવું જોઈએ. શરીર પર ચર્મ એટલે કે ચામડાની  વસ્તુઓ ધારણ ના કરવી જોઈએ અને વસ્ત્ર પણ થોડા આરામદાયક અને ભડકીલા રંગ વાળા ના હોવા જોઈએ. આ માસ દરમિયાન સત્ય જ બોલવું, અન્યને સહાય કરવી, કોઈ વિષે નકારાત્મક ના બોલવું તેવા નિયમ પણ બનાવી શકાય જે આગળ જતા હંમેશાની ટેવ બની જાય તો આપણે સારી ઉર્જાને આકર્ષી શકીએ. જે મિત્રો યુનિવર્સની ઉર્જાના નિયમો જાણતા થયા છે તે આ બધી બાબતો સુપેરે જાણે છે અને આ સમય તેનું પાલન કરવા માટેનો છે જેથી જીવનને એક શુભ આશય આપી શકાય.