મેષ (અ,લ,ઈ) : દૂર દેશ થી સારા સમાચાર મળે,આગળ વધવાની તક મળે.
વૃષભ (બ,વ,ઉ) : જાહેરજીવનમાં સારું રહે,યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય,શુભ દિન.
મિથુન (ક,છ,ઘ) : તબિયતની કાળજી લેવી,ખાવા-પીવા માં ખ્યાલ રાખવો પડે.
કર્ક (ડ,હ) :પ્રણયમાર્ગે આગળ વધી શકો,પ્રિયપાત્ર થી મુલાકાત થાય.
સિંહ (મ,ટ) : જમીન મકાન વાહન સુખ સારું રહે,દિવસ લાભદાયક રહે.
કન્યા (પ ,ઠ,ણ) : ભાઈ ભાંડુ સુખ સારું રહે,પરિવાર સાથે આનંદ કરી શકો.
તુલા (ર,ત) : તમારા સૌમ્ય વાણી વર્તન થી કાર્ય સિદ્ધ થાય,આગળ વધી શકો .
વૃશ્ચિક (ન,ય) : કામકાજમાં સફળતા મળે,દિવસ પ્રગતિકારક અને શુભ રહે.
ધન (ધ,ભ,ફ,ઢ): કામકાજ માં નુકસાની ના જાય એ જોવું,ભાગીદારીમાં સાંભળવું.
મકર (ખ,જ) : સગા સ્નેહી મિત્રો થી સારું રહે,લેખન વાંચન મંથન થી આનંદ મળે.
કુંભ (ગ ,સ,શ) :વેપારીવર્ગ ને સારું રહે,સ્ત્રી વર્ગ માટે પણ દિવસ ઉત્સાહજનક રહે.
મીન (દ,ચ,ઝ,થ): ધ્યાન યોગ મૌન થી લાભ થાય,ધાર્મિક કાર્ય માં સહભાગી થઇ શકો.
અગાઉ લખ્યા મુજબ સુરત,મુંબઈથી લઈને અનેક જગ્યાએ વરસાદનું આગમન થઇ ચૂક્યું છે. તો ઉત્તરકાશીમાં વાદળ ફાટવાની ઘટના પણ બની છે જે વિષે અત્રે લખી ચુક્યો છું. સૂર્ય મહારાજ જલતત્વ કર્કમાં આવતા વાતાવરણમાં પલટો આવ્યો છે આ ઉપરાંત પાણીજન્ય રોગોથી સાવધ રહેવાની વાત અત્રે લખેલી તે મુજબ ભુજની અદાણી કોલેજમાં દુષિત પાણીથી 50 ઉપરાંત છાત્રો બીમાર પડ્યાના સમાચાર આવી રહ્યા છે. કેતુ મહારાજ જળતત્વમાં હોવાથી વળી સૂર્ય પણ જળતત્વમાં આવવાથી હાલના સમયમાં પાણીજન્ય રોગથી સાવચેતી રાખવી જરૂરી બને છે. આ ઉપરાંત અગાઉ લખ્યા મુજબ નેપાળમાં રાજકીય ફેરફાર અન્વયે શેરબહાદુર દેઉબા નવા વડાપ્રધાન બન્યા છે જો કે હાલની ત્યાંની સ્થિતિ મુજબ ભારતને કોઈ વિશેષ લાભ થાય તેવી શક્યતા દેખાતી નથી. આજે મંગળવાર ને દેવશયની એટલે કે દેવપોઢી એકાદશી છે જેમાં હરિ સ્મરણનું ખુબ મહત્વ છે. દેવપોઢી એકાદશીનું વ્રત ભૌતિક સુખ આપનારું તો છે પરંતુ સાથે સાથે કલ્યાણકારી અને મોક્ષદાયી પણ છે.