સૂર્ય મિથુનમાં કમ્યુનિકેશનની બાબતોને ઉજાગર કરે

તા. ૨૨.૬.૨૦૨૨ બુધવાર, સંવંત ૨૦૭૮ જેઠ વદ નોમ, રેવતી  નક્ષત્ર, શોભન  યોગ, તૈતિલ  કરણ આજે  જન્મેલાંની ચંદ્ર રાશિ મીન (દ,ચ,ઝ,થ) રહેશે.

મેષ (અ,લ,ઈ) :માનસિક વ્યગ્રતા જણાય,મનનું ધાર્યું ના થાય.
વૃષભ (બ,વ,ઉ) : સગા સ્નેહી મિત્રો થી સારું રહે,દિવસ પ્રગતિકારક રહે.
મિથુન (ક,છ,ઘ) : નોકરિયાતવર્ગને સારું રહે,આગળ વધવાની તક પ્રાપ્ત થાય.
કર્ક (ડ,હ)            : ધ્યાન યોગ મૌન થી લાભ થાય,ધાર્મિક કાર્ય કરી શકો.
સિંહ (મ,ટ) : દૂર દેશ થી સારા સમાચાર મળે, મન આનંદ માં રહે.
કન્યા (પ,ઠ,ણ) : જાહેરજીવનમાં સારું રહે,યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી શકો.
તુલા (ર,ત) : તબિયતની કાળજી લેવી,ખાવા પીવા માં પરેજી રાખવી પડે.
વૃશ્ચિક (ન,ય) : સંતાન અંગે સારું રહે,શુભ સમાચાર પ્રાપ્ત થાય.
ધન (ધ,ભ,ફ,ઢ): નવી વસ્તુની ખરીદી થાય,આગળ વધવાની તક મળે.
મકર (ખ,જ) : સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય,દિવસ પ્રગતિકારક રહે.
કુંભ (ગ,સ,શ ) : મનની મુરાદ બર આવે,સાંજ ખુશનુમા પસાર થાય.
મીન (દ,ચ,ઝ,થ): તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય,યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.

જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી

ગઈકાલના અંકમાં લખ્યા મુજબ વડીલ પાસેથી કઈ રીતે આશિષ લઇ શકાય અને તે કઈ રીતે લાભકર્તા બને છે તે આપણે જોયું. ઘણા મિત્રોના કોલ અને મેસેજ આ બાબતે મળ્યા અને એ વાતની પુષ્ટિ કરી કે જયારે જયારે ચોક્કસ ઓરા ધરાવતા વ્યક્તિના આશિષ લેવામાં આવે છે ત્યારે જીવનમાં એ રીતના પરિવર્તન જોવા મળે છે. આપ સર્વે તરફથી ખુબ સારા  પ્રતિસાદ પ્રાપ્ત થતા હોય છે આ પહેલા શનિના વક્રી થવા પર તાળા અને કોઈ પણ પ્રકારના લોક બગડવાની વાત અત્રે લખી હતી તેની પણ સેંકડો વાચકોએ પુષ્ટિ કરી હતી. ગોચર ગ્રહોની સાથે સાથે આપણે જીવનમાં ઘણા ફેરફાર નોંધી શકીએ છીએ જેમ કે સૂર્ય મહારાજ જે રાશિમાં જાય એ રાશિને લગતી બાબતોને સક્રિય કરે છે જેમ કે હાલમાં સૂર્ય મિથુનમાં થી પસાર થઇ રહ્યા છે તો કમ્યુનિકેશનની બાબતોને ઉજાગર કરતા જોવા મળશે તો આગામી દિવસોમાં મંગળ અને રાહુ મેષ રાશિમાં મળશે જે અગ્નિતત્વ છે તેથી અગ્નિતત્વ પ્રભાવી ઘટનાઓ બનવાનું શરુ થશે વળી મંગળ પોલીસ, સેના, મેડિકલ ક્ષેત્ર, જમીન વિગેરે દર્શાવે છે તેથી આ ક્ષેત્રો પ્રભાવિત થતા જોવા મળશે. સેનાના કેમ્પ પર વિશેષ કાળજી રાખવી પડશે વળી મંગળ રાહુ યુદ્ધમાં હવાઈ હુમલાની શક્યતાઓ વિશેષ બતાવે છે અને હવાઈ દુર્ઘટનાથી સંભાળવાનું પણ જણાવે છે. શનિ મહારાજ ફરી માર્ગી બની કુંભમાં આવી જશે એ પછી મહામારીથી પૂર્ણ રાહત મળવાનું શરુ થશે.