સૂર્ય રાજા છે તો શનિ પ્રજા છે

તા.૧૪.૧૨.૨૦૨૨ બુધવાર, સંવંત ૨૦૭૯ માગશર વદ છઠ, મઘા   નક્ષત્ર, વિસકુમ્ભ   યોગ, ગર    કરણ આજે  જન્મેલાંની  ચંદ્રરાશિ સિંહ (મ,ટ)  રહેશે.

મેષ (અ,લ,ઈ) : સંતાન અંગે સારું રહે,પરિવાર માં આનંદ રહે ,શુભ દિન.
વૃષભ (બ,વ,ઉ) :  તમામ સુખ સગવડ પ્રાપ્ત થાય ,દિવસ પ્રગતિકારક  રહે.
મિથુન (ક,છ,ઘ) :  નવા કાર્યનું આયોજન કરી શકો,શુભ દિન,લાભ થાય.
કર્ક (ડ,હ)       : આર્થિક આયોજન કરી શકો,મનોમંથન  કરી શકો.
સિંહ (મ,ટ) :  તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, લોકો દ્વારા તમારી પ્રસંશા  થાય.
કન્યા (પ ,ઠ ,ણ) : ખર્ચ પર અંકુશ રાખવો,બિનજરૂરી વ્યય નિવારવા સલાહ છે.
તુલા (ર,ત) : તમારી દિનચર્યા સુધારી શકો, દિવસ દરમિયાન પ્રગતિ  થાય.
વૃશ્ચિક (ન ,ય) :  કામકાજ માટે નવા સંશાધનો કામે લગાવી શકો, શુભ  દીવસ.
ધન (ધ,ભ,ફ,ઢ ): ધ્યાન યોગ મૌન થી લાભ થાય, પરિવાર  સાથે આનંદ માણી શકો .
મકર (ખ,જ) :  વીલ વરસના પ્રશ્નો ઉકેલી શકો,વિવાદ નિવારી શકો,મધ્યમ દિવસ .
કુંભ (ગ ,સ,શ) :આંતરિક જીવનમાં સારું રહે,સબંધો માં સુલેહ થી ચાલી શકો.
મીન (દ,ચ,ઝ,થ): હિત શત્રુથી કાળજી લેવી, વિશ્વાસે ના ચાલવું ,મધ્યમ દિવસ.

જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી

અગાઉ લખ્યા મુજબ સીમા પર વિવાદ વધ્યો છે અને ચીનના સૈનિકો સાથે ઝડપ થવા પામી છે અને આ મુદ્દે સવાલ જવાબ પણ શરુ થઇ ગયા છે. આગામી દિવસોમાં પણ સીમા પર વધુ કાળજી રાખવાની જરૂર રહેશે કેમ કે ફેબ્રુઆરી સુધીના સમયમાં ખપ્પર યોગ ચાલી રહ્યો છે જે કોઈ ને કોઈ રીતે આવી ઘટના તરફ ઈશારો કરે છે. આ વખતે મકર સંક્રાંતિ પણ વિશેષ મહત્વ વાળો સમય ગણાશે કેમ કે  મકર સંક્રાંતિએ સૂર્યના તેમના પુત્ર શનિની પહેલી રાશિમાં પ્રવેશનું પર્વ છે તો એના ત્રણ દિવસમાં જ શનિદેવ જે હાલ મકરમાં જ છે તેઓ કુંભમાં જશે. સૂર્ય અને શનિ પિતા પુત્ર છે પરંતુ તેમના ગુણધર્મમાં જમીન અસમાનનો ફર્ક છે સૂર્ય પ્રકાશ છે તો શનિ અંધકાર છે, સૂર્ય રાજા છે તો શનિ પ્રજા છે સૂર્ય પૂર્વ છે તો શનિ પશ્ચિમ છે. સૂર્ય તાજગી છે તો શનિ મંદ છે. સૂર્ય અને શનિનું આ ગોચર ભ્રમણ ઘણું મહત્વનું બની રહેવાનું છે વળી આ સમયમાં મોટા પરિવારોના ઝગડા, પારિવારિક સંપત્તિ  બાબતના વિવાદ અને જાહેરજીવનમાં લાઇમ લાઇટમાં ગણાતા પિતા પુત્ર કે ભાઈ ભાઈના વિવાદ સામે આવતા જોવા મળશે. સૂર્ય અને શનિ વિચારધારાના વિરોધાભાસ પણ દર્શાવતા જોવા મળશે.