સૂર્ય શનિ અને બુધની યુતિ મકર રાશિમાં થઇ રહી છે

તા  ૨૦.૧.૨૦૨૨ ગુરુવાર, સંવંત ૨૦૭૮ પોષ વદ બીજ, આશ્લેષા  નક્ષત્ર, આયુષ.  યોગ, વણિજ  કરણ આજે સવારે ૮.૨૪ સુધી  જન્મેલાંની ચંદ્રરાશિ કર્ક (ડ,હ) ત્યારબાદ સિંહ (મ,ટ).
મેષ (અ,લ,ઈ) : સંતાન અંગે સારું રહે,પરિવાર માં આનંદ રહે ,શુભ દિન.
વૃષભ (બ,વ,ઉ) :  તમામ સુખ સગવડ પ્રાપ્ત થાય ,દિવસ પ્રગતિકારક  રહે.
મિથુન (ક,છ,ઘ) :  નવા કાર્યનું આયોજન કરી શકો,શુભ દિન,લાભ થાય.
કર્ક (ડ,હ)       : આર્થિક આયોજન કરી શકો,મનોમંથન  કરી શકો.
સિંહ (મ,ટ) :  તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, લોકો દ્વારા તમારી પ્રસંશા  થાય.
કન્યા (પ ,ઠ ,ણ) : ખર્ચ પર અંકુશ રાખવો,બિનજરૂરી વ્યય નિવારવા સલાહ છે.
તુલા (ર,ત) : તમારી દિનચર્યા સુધારી શકો, દિવસ દરમિયાન પ્રગતિ  થાય.
વૃશ્ચિક (ન ,ય) :  કામકાજ માટે નવા સંશાધનો કામે લગાવી શકો, શુભ  દીવસ.
ધન (ધ,ભ,ફ,ઢ ): ધ્યાન યોગ મૌન થી લાભ થાય, પરિવાર  સાથે આનંદ માણી શકો .
મકર (ખ,જ) :  વીલ વરસના પ્રશ્નો ઉકેલી શકો,વિવાદ નિવારી શકો,મધ્યમ દિવસ .
કુંભ (ગ ,સ,શ) :આંતરિક જીવનમાં સારું રહે,સબંધો માં સુલેહ થી ચાલી શકો.
મીન (દ,ચ,ઝ,થ): હિત શત્રુથી કાળજી લેવી, વિશ્વાસે ના ચાલવું ,મધ્યમ દિવસ.

જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી

–સૂર્ય-શનિ વાળા મિત્રો જૂની પરંપરાને ચેલેન્જ કરતા હોય છે
અગાઉ લખ્યા મુજબ અબુ ધાબીમાં  ઓઇલ ટેન્કરો પર હુમલો થયા બાદ અન્ય બનાવમાં  ક્રૂડના ભાવમાં ૨૦૧૪ પછીનો મોટો ઉછાળો નોંધાયો છે જે અગાઉ અત્રે લખી ચુક્યો છું. ગોચર ગ્રહોની વાત કરીએ તો સૂર્ય શનિ અને બુધની યુતિ મકર રાશિમાં થઇ રહી છે. મારા વર્ષોના જ્યોતિષ અનુભવ અને કેસ સ્ટડીમાં મેં જોયું છે કે જયારે જન્મકુંડળીમાં સૂર્ય શનિનો સંબંધ થતો હોય ત્યારે પિતા પુત્ર વચ્ચે વૈચારિક મતભેદ રહે છે જેનું મુખ્ય કારણ એ છે કે સૂર્ય અને શનિ પિતા પુત્ર છે પરંતુ તેમના ગુણધર્મમાં જમીન આસમાનનો ફેર છે જેમકે સૂર્ય પૂર્વ છે તો શનિ પશ્ચિમ છે સૂર્ય દિન છે તો શનિ રાત્રી છે. સૂર્ય શનિ યુતિમાં હોય ત્યારે તે વ્યક્તિને ક્રાંતિકારી વિચારનો બનાવે છે અને તે વ્યક્તિ રિવાજ મુજબ પરંપરાગત રીતે ચાલતો નથી તે પોતાનો રસ્તો પોતાની રીતે બનાવતો જોવા મળે છે. સૂર્ય શનિ સંબંધ ધરાવતા મિત્રોએ કારકિર્દી માટે સંઘર્ષ કરવો પડે પરંતુ પછી પોતાના દમ પર સારી કારકિર્દી બનાવી શકે જીવનમાં ક્યારેક ગોલ્ડ લોન લેવાનો સમય પણ આવે. હાલ ગોચરમાં આ યુતિ બની રહી છે ત્યારે શ્રીલંકા પોતાની હાલત સુધારવા ગોલ્ડ વેચી રહ્યું છે જે આ યુતિની અસર ગણી શકાય. સૂર્ય શનિ વાળા મિત્રો જૂની પરંપરાને ચેલેન્જ કરતા હોય છે ઘરમાં પણ તેનો અભિપ્રાય બીજા લોકોથી અલગ જોવા મળે છે અને તેઓ હંમેશા નવી વિચારસરણીને અનુસરતા હોય છે અને તેમની જીવન પદ્ધતિ સામાન્ય કરતા અલગ જોવા મળે છે. સૂર્ય સરકાર છે  અને શનિ નોકરી છે માટે આ મિત્રોને નોકરીમાં કે સરકાર તરફથી ક્યારેક તકલીફ પડતી પણ જોવા મળે છે.