સેંટ મેરી સ્કુલ અમ2ેલી ખાતે નવા ફાધરને આવકાર અને બદલી પામેલ ફાધરનો વિદાય સમા2ંભ યોજાયા

  • સેંટ મેરી સ્કુલ સ્ટાફ તથા મેનેજમેન્ટની ઉપસ્થિતીમાં આવકાર તેમજ વિદાયમાન સમારોહ યોજાયા

સેંટ મેરી સ્કુલ અમરેલી ખાતે સંસ્થાના નિયમ મુજબ દર ત્રણ વર્ષે વહીવટી કારણોસર બદલી કરવામાં આવે છે. ફાધર જોય જોસેફની બદલી જુનાગઢ સેંટ જેવીયસમાં થતા તેમને સ્કુલ પિરવાર તરફથી સ્મૃતિભેટ અર્પણ કરવામાં આવેલ. સૌ પ્રથમ અલ્પાબેને સ્વાગત તથા પોતાનાસંસ્મરણો રજુ કરેલ ત્યાર બાદ જીગ્નેશ જીવાણીએ ફાધરની સરળતાની વાત કરેલ,સ્વાતિબેન શુકલા તથા પ્રિયલબાએ ગીત ધ્વારા અનુભવ જણાવેલ.
નવા ફાધર બિનુ ને ફાધર જોય જોસેફે પૂષ્પગુચ્છ અર્પણ કરી સેંટ મેરી સ્કુલ અમરેલીના ફોટો પ્રિન્સિપાલની ખુરશી માં બિરાજમાન કરી કાર્યભાર સોપેલ. આ સમયે રાજય અને રાષ્ટ્રિય એવોર્ડી વ્યા.શિ. આઈ.પી.બારડે નવા ફાધરને ફૂલહાર કરી પૂષ્પ મોમેન્ટો અર્પણ કરી આવકારેલ તેમજ દેવાગભાઈ દેવમુરારીએ વિદાય લઈ રહેલ ફાધર જોય જોસેફને ફુલહાર અને પૂષ્પનો મોમેન્ટો અર્પણ કરી ભારે દિલથી વિદાય આપેલ ખુબજ ટુકા સમયમાં સ્ટાફ સેક્રટરી રેજીમોન સરે સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન અને સંચાલન કરેલ. કાર્યક્રમને સફળ બનાવવા તમામ સ્ટાફે ભારે જહેમત ઉઠાવેલ હતી તેમ આઈ.પી.બારડની યાદીજણાવે છે. સેંટ મેરી સ્કુલ સ્ટાફ તથા મેનેજમેન્ટની ઉપસ્થિતીમાં આવકાર તેમજ વિદાયમાન સમારોહ યોજાયો