સેનાએ બારામૂલામાં બે આતંકી ઠેકાણાનો પર્દાફાશ કર્યો: મોટી માત્રામાં હથિયાર મળ્યા

જમ્મુ-કાશ્મીરમાં બારામૂલાના રામપુર સેક્ટરમાં સેનાએ આતંકવાદીઓના બે ઠેકાણાનો પર્દાફાશ કર્યો છે. સેનાએ મંગળવારે આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું. આ દરમિયાન મોટી માત્રામાં હથિયાર અને દારૂગોળો મળ્યો હતો.
૭ કલાક ચાલેલા ઓપરેશનમાં સેનાને બે લોકેશનની જાણ થઈ. અહીં મોટા પ્રમાણમાં હથિયાર છૂપાવીને રખાયા હતા. સેનાએ અહીંથી ૬ મેગેઝિન અને દારૂગોળોના ૧૨૫૪ રાઉન્ડના બે સીલ્ડ બોક્સ અને પાંચ છ સીરીઝની રાયફલ કબજે કરી હતી.
સેનાને લાઈન ઓફ કંટ્રોલ પાસે રામપુર સેક્ટરના ગામમાં સોમવારે શંકાસ્પદ લોકોની મૂવમેન્ટની જાણ થઈ હતી. આ લોકો ભારતની સરહદમાં હથિયાર પહોંચાડવાની કોશિશ કરી રહૃાા હતા. ત્યારથી આ વિસ્તારનું નિરિક્ષણ કરાઈ રહૃાું હતું. ઘૂષણખોરીની ઘટનાને નિષ્ફળ કરવા માટે આખી રાત આ વિસ્તારમાં દૃેખરેખ રખાઈ હતી.
બારામૂલામાં આ આતંકવાદીઓએ સોમવારે સેનાની ગાડી ઉપર ગ્રેનેડથી હુમલો કરાવની કોશિશ કરી હતી. નિશાન ચૂકી જવાથી ગ્રેનેડ રસ્તા ઉપર ફૂટ્યો હતો. જેના કારણે છ લોકો ઘાયલ થયા હતા.