સેનાપતિ મંગળની નીડરતા, જુસ્સો અને સક્રિયતા સૂર્યને પસંદ છે

તા. ૧૫.૬.૨૦૨૨ બુધવાર, સંવંત ૨૦૭૮ જેઠ વદ એકમ, મૂળ  નક્ષત્ર, શુક્લ  યોગ, તૈતિલ   કરણ આજે   જન્મેલાંની ધન (ધ,ભ,ફ,ઢ) રહેશે .

મેષ (અ,લ,ઈ) : ભાગ્ય ની દેવી રીઝતી જણાય,નવીન તક હાથ માં આવે.
વૃષભ (બ,વ,ઉ) : ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણ માં આવે,દિવસ મધ્યમ રહે.
મિથુન (ક,છ,ઘ) : દામ્પત્યજીવનમાં સારું રહે,પરિવાર સાથે આનંદ માણી શકો.
કર્ક (ડ,હ)            : શત્રુઓ થી સાવધાન રહેવું,વધુ વિશ્વાસે ના ચાલવા સલાહ છે.
સિંહ (મ,ટ) : સંતાન અંગે સારું રહે,અંગત સંબંધો સુધારી શકો,શુભ દિન.
કન્યા (પ,ઠ,ણ) : જમીન મકાન વાહન સુખ સારું રહે,આગળ વધવાની તક મળે.
તુલા (ર,ત) :  સ્ત્રી વર્ગ માટે ઉત્સાહજનક,નવા કાર્ય માં લાભ મેળવી શકો.
વૃશ્ચિક (ન,ય) : આર્થિક બાબતો માં સારું રહે,બેન્ક બેલેન્સ વધારી શકો.
ધન (ધ,ભ,ફ,ઢ): કામકાજ માં સફળતા મળે,દિવસ પ્રગતિકારક રહે.
મકર (ખ,જ) : ખર્ચ પર અંકુશ રાખવો જરૂરી,બજારબાબતનું ગણિત સંભાળી ને કરવું.
કુંભ (ગ,સ,શ ) :સગા સ્નેહી મિત્રો થી સારું રહે,કાર્ય માં પ્રગતિ કરી શકો.
મીન (દ,ચ,ઝ,થ): નવા કાર્ય અંગે  ઠોસ કદમ ઉઠાવી શકો,પ્રગતિકારક દિવસ.
જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી

જ્યોતિષશાસ્ત્રમાં ઉચ્ચના ગ્રહોનું વિશેષ મહત્વ છે. કોઈપણ ગ્રહ શુભ સ્થાને ઉચ્ચનો થઈને બેસે તો જીવનમાં શ્રેષ્ઠ પરિણામ આપે છે અને રાજયોગનું નિર્માણ કરે છે. મારા વર્ષોના અનુભવમાં મેં જોયું છે કે કોઈ પણ વ્યક્તિની કુંડળીમાં શુભ સ્થાનોમાં ત્રણ કે તેથી વધુ ગ્રહ ઉચ્ચના થતા હોય તો તે વ્યક્તિ સેલિબ્રેટી જેવું જીવન જીવતી હોય છે તથા સમાજમાં તેની નોંધ લેવાતી હોય છે અને આર્થિક રીતે પણ સારું કરી શકતા હોય છે. અહીં  આપણે એવા મુદ્દા લઈએ છીએ કે જેની ચર્ચા ભાગ્યે જ થતી હોય છે. જેમ કે કોઈ ગ્રહ કોઈ ચોક્કસ રાશિમાં જ શા માટે ઉચ્ચના બને છે. જેમ કે ગ્રહોના રાજા સૂર્ય મહારાજ મંગળના ઘર મેષમાં ઉચ્ચના બને છે. સૂર્યએ આ રાશિ જ કેમ પસંદ કરી?? આ બાબતનો ઉલ્લેખ બહુ ઓછી જગ્યાએ મળે છે. સૂર્ય રાજા છે અને તેને હિમ્મત અને આત્મબળ ગમે છે વળી મંગળ સેનાપતિ છે તેની નીડરતા, જુસ્સો અને સક્રિયતા સૂર્યને પસંદ છે માટે સૂર્ય મંગળના ઘરની મેષ રાશિમાં ઉચ્ચના બને છે. તો લાગણીપ્રધાન ચંદ્ર મહારાજ વૃષભમાં ઉચ્ચના બને છે કેમ કે તેને સ્થિર, દેખભાળ રાખે, કાળજી લે  એવી આરામદાયક રાશિ ગમે છે માટે તે શુક્રના ઘરની વૃષભ રાશિને પસંદ કરે છે. બીજા ગ્રહોની ઉચ્ચ રાશિ વિષે આવતા અંકમાં વાત કરીશું.