સેનાપતિ મંગળ ઉચ્ચના હોય ઘણા દેશો તેની સેના માટે ચર્ચામાં રહે

મેષ (અ,લ,ઈ) : અંગત જીવનમાં સારું રહે,મનોમંથન કરી શકો.શુભ દિન.
વૃષભ (બ,વ,ઉ) : દામ્પત્યજીવનમાં સારું રહે,પરિવાર સાથે આનંદ માણી શકો.
મિથુન (ક,છ,ઘ) : વિવાહયોગ્ય મિત્રો માટે સારી વાત આવી શકે છે,દિવસ શુભ રહે.
કર્ક (ડ,હ) :સંતાન અંગે સારું રહે,યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લઇ શકો.
સિંહ (મ,ટ) : નવી વસ્તુની ખરીદી થાય,સુખ સગવડ પ્રાપ્ત થાય.
કન્યા (પ ,ઠ,ણ) : સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય,રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો.
તુલા (ર,ત) : આર્થિક બાબતો માં મધ્યમ રહે,આવક જાવક સમજીને કરવા .
વૃશ્ચિક (ન,ય) : તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય,યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી શકો.
ધન (ધ,ભ,ફ,ઢ): વાદ-વિવાદ થી દૂર રહેવું,અંગત સાથે મતભેદ નિવારવા પડે.
મકર (ખ,જ) : આકસ્મિત લાભ થાય,મુશ્કેલી માં આશાનું કિરણ દેખાય.
કુંભ (ગ ,સ,શ) :નોકરિયાતવર્ગને સારું રહે,આગળ વધવાની તક પ્રાપ્ત થાય.
મીન (દ,ચ,ઝ,થ): નસીબ સાથ આપતું જણાય,નવીન તક હાથ માં આવે.

અગાઉ લખ્યા મુજબ પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનની હાલત કફોડી થતી જાય છે. એક સમયના ઓલરાઉન્ડર ક્રિકેટર ઇમરાન ખાન ભાગ્યસ્થાને મંગળ લઈને જન્મ્યા છે જેણે તેમને ક્રિકેટમાં ખુબ સફળતા અપાવી અને ત્યારબાદ રાજનીતિમાં પણ સફળતા અપાવી. કેન્દ્રમાં સ્વગૃહી શુક્રએ ધન વૈભવ અને અલગ પહેચાન આપી રાજયોગ આપ્યો. 2008 થી શરુ થયેલી ગુરુની શુભ દશામાં તેમણે જીવનની બીજી ઇંનિંગ શરુ કરી અને સફળતા મેળવી. આગામી જૂન 2022થી તેમણે ગુરુ માં રાહુની દશા શરુ થાય છે જે રાહુ શનિના ઘરનો છે તેથી બ્રેક અપાવનાર બને છે વળી હાલ ગોચરમાં મંગળ હાવી થાય છે મંગળ સેનાપતિ છે એ દ્રષ્ટિએ પણ પાકિસ્તાનમાં લશ્કરનો સિક્કો વધુ ચાલતો જોવા મળે આ ઉપરાંત વિશ્વમાં હાલ સેનાપતિ મંગળ ઉચ્ચના હોય ઘણા દેશો તેની સેના માટે ચર્ચામાં રહે અને તેની તાકાત મુજબ તેમની આકારણી થાય. મંગળ એ ગુસ્સો છે ઉશ્કેરાટ છે શનિ અને પ્લુટો સાથે આ યુવા ગ્રહ ના કરવાના કામ કરે છે અને તેથી જ છેલ્લા એક માસ થી આપણે દુર્ઘટના સમું યુદ્ધ નિહાળી રહ્યા છીએ વળી આપણું પાડોશી ચીન પણ તેની મેલી મુરાદ દર્શાવતું જ રહે છે. મંગળ યુવા ગ્રહ છે અને શુક્ર સાથે બીરાજમાન શુક્ર એ સ્ત્રી ગ્રહ છે માટે આ સમયમાં એક પક્ષી પ્રેમમાં પાગલ પ્રેમી અઘટિત પગલાં ભરી સ્ત્રીઓ ને પરેશાન કરતા જોવા મળે. મંગળ શનિ પ્લુટો અને શુક્રની યુતિમાં મંગળ 8 એપ્રિલ કુંભમાં જાય પછી પરિસ્થિતિ થોડી થાળે પડતી જોવા મળે.

  • રોહિત જીવાણી