સેન્ટ્રલ બેક્ધ ઓફ ઇન્ડિયાએ MCLR માં ૦.૦૫ ટકાનો ઘટાડો કર્યો

સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાએ માર્જિનલ કોસ્ટ ઓફ ફંડ બેસ્ડ લેડિંગ રેટ્સમાં ૦.૦૫ ટકાનો ઘટાડો કર્યો છે. આ ઘટાડો તમામ સમયગાળાની લોન માટે કરવામાં આવ્યો છે. હવે એક વર્ષના સમયગાળાની લોન માટે એમસીએલઆર ૭.૧૫ ટકાથી ઘટાડીને ૭.૧૦ ટકા કરવામાં આવ્યો છે. નવા દર ૧૫ સપ્ટેમ્બરથી લાગુ થઈ ગયા છે. અગાઉ બેંક ઓફ મહારાષ્ટ્ર, ઈન્ડિયન ઓવરસીઝ બેંક, યુનિયન બેંક અને યુકો બેંકે પણ લોનના વ્યાજ દરમાં ઘટાડો કર્યો છે.
એક દિવસ અને એક મહિનાના સમયગાળાની લોન માટે એમસીએલઆર ઘટીને હવે ૬.૫૫ ટકા થઈ ગયો છે, જે અગાઉ ૬.૬૦ ટકા હતો. બેંકે ૩ મહિના અને ૬ મહિનાની અવધિની લોન પર પણ એમસીએલઆરમાં ઘટાડો કર્યો છે. આ સમયગાળા માટેના લોન દર અનુક્રમે: ૬.૮૫ ટકા અને ૭ ટકા હશે. એક વર્ષના સમયગાળાની લોન માટે એમસીએલઆર ૭.૧૫થી ઘટાડીને ૭.૧૦ ટકા કરવામાં આવ્યો છે.