સેવા, સાહિત્ય સાથે પોતાના ક્ષેત્રના માસ્ટર બે વિરલાઓ અમરેલીએ ટુંકા સમયમાં ગુમાવ્યા

  • જીતુભાઇના પગલાના પડઘાઓ શમતા નથી : અવિરત પુછપરછ
  • સેવાભાવી અને સૌને મદદરૂપ થતા ડો. હિતેષ શાહને ગુમાવ્યા પછી અનેક લોકોના હદયમાં વસ્તા જીતુભાઇ તળાવિયાની વિદાયથી અમરેલી શહેરે ગણતરીના દિવસોમાં બે સારી વ્યક્તિ ગુમાવી

અમરેલી,
ગઇ કાલે ઇશ્ર્વરે આપેલ જીવનની પોતાની મરજીથી ટુંકાવી નાખનાર પર્યાવરણ વિદ અને પ્રકૃતિના સાચા સંતાન એવા શ્રી જીતુભાઇના પગલાના પડઘાઓ શમતા નથી ગુજરાતભર અને મુંબઇમાંથી જીતુભાઇએ આ પગલુ શા માટે ભર્યુ તેવી આઘાતજનક અવિરત પુછપરછ શરૂ છે પણ સાથે સાથે એ દુ:ખદ હકીકત એ પણ છે કે સેવા, સાહિત્ય સાથે પોતાના ક્ષેત્રના માસ્ટર બે વિરલાઓ અમરેલીએ ટુંકા સમયમાં ગુમાવ્યા છે સેવાભાવી અને સૌને મદદરૂપ થતા મેડીકલ ક્ષેત્રના ખેરખા ગણાતા અને રડતા દર્દીને હસ્તા કરી દેનારા ડો. હિતેષ શાહને હજુ હમણા જ અમરેલીએ ગુમાવ્યા છે તેની કળ પણ નથી વળી ત્યાં અનેક લોકોના હદયમાં વસ્તા અને પર્યાવરણ ક્ષેત્રના આયુર્વેદના તથા સાહિત્ય જગતના તર્જજ્ઞ અને મોટીવેટ કરનાર જીતુભાઇ તળાવિયાની વિદાયથી અમરેલી શહેરે ગણતરીના દિવસોમાં બે સારી વ્યક્તિ ગુમાવી છે.
જીતુભાઇના અંગત મિત્ર એવા શ્રી રોહીત જીવાણીના જન્મદિવસે સ્કુલ ઓફ આર્ટમાં તેમને શુભેચ્છા (આશીર્વાદ)આપવા માટે જીતુભાઇ તથા ડો. હિતેષ શાહ અને રોહીતભાઇના અંગત મિત્રો ગયા હતા તેની આ તસ્વીરમાં પાંચમાંથી બે વ્યક્તિઓ ગણતરીના દિવસોમાં જ અણધારી રીતે ચાલી ગઇ છે આ તસ્વીર તેની સાક્ષી પુરે છે.