સૈફ અલી ખાન અને અમૃતા સિંહના ડિવોર્સ મુદ્દે સારાએ કરી સ્પષ્ટતા

સારા અલી ખાને સૈફ અલી ખાન અને અમૃતાના તલાક વિશે વાત કરતા કહૃાું હતું કે, માત્ર બાળકો માટે લગ્ન જીવન લંબાવવાનો કોઇ અર્થ ન હતો. અલગ રહીને આજે બંને પરિવાર ખુશ છે.

સૈફ અલીખાને હજું બોલિવૂડમાં એન્ટ્રી લીધી જ હતી કે, તેઓ તે સમયની સુપરસ્ટાર અમૃતા સિંહ પર ફિદૃા થઇ ગયા. પહેલી જ મુલાકાતમાં બંનેએ સાથે જિંદગી વિતાવવાનું નક્કી કર્યું.

સૈફ અલી ખાને પટોડી પરિવારની વિરૂ્દ્ધ જઇને અમૃતા સિંહ સાથે લગ્ન કરી લીધા. લગ્નના થોડા વર્ષ સુધી તો બધું જ ઠીક ચાલ્યું પરંતુ ત્યારબાદ વાદ-વિવાદ શરૂ થતાં બંનેએ અલગ થવાનો નિર્ણય કરી લીધો. ૨૦૦૪માં બંનેના ડિવોર્સ પર સરકારની મોહર લાગી ગઇ.

પેરેન્ટના ડિવોર્સના બે વર્ષ બાદ સારા અલી ખાને આપેલા એક ઇન્ટરવ્યુમાં ડિવોર્સના કારણો વિશે વાત કરી હતી. તેમણે કહૃાું હતું. કે, “અમૃતાના સંબંધ સાસુ શર્મિલા અને નણદ સોહા સાથે સારા ન હતા. વાદ-વિવાદ ખૂબ જ વધી ગયો હતો. અમૃતા સૈફને બાળકોને પણ ન હતી મળવા દેતી.

સારાએ એક ઇન્ટરવ્યુમાં કહૃાું હતું કે, “એક ઘરમાં ઘુટન સાથે માત્ર બાળકો માટે રહેવા કરતા અલગ થઇ જવું બેસ્ટ ઓપ્શન છે. દૂર રહીને કમ સે કમ બંને પરિવાર આજે ખુશ તો છે”