સૈયદ મુસ્તાક અલી ટ્રોફીમાં દિલ્હીનો કેપ્ટન બન્યો શિખર ધવન

ભારતીય ક્રિકેટ ટીમના ઓપનર શિખર ધવન સૈયદ મુસ્તાક અલી ટ્રોફી રાષ્ટ્રીય ટી ૨૦ ચેમ્પિયનશીપમાં દિલ્હીની ૨૦ સભ્યોની ટીમમાં નેતૃત્વ કરશે. આ ટી -૨૦ ટૂર્નામેન્ટ સાથે, ભારતના ૨૦૨૦-૨૧ સ્થાનિક સીઝન આવતા મહિને શરૂ થશે.

ઈન્ડિયન પ્રીમિયર લીગ દરમિયાન સ્નાયુ ખેંચવાને કારણે હાલના ઓસ્ટ્રેલિયા પ્રવાસથી બહાર રહેલા ફાસ્ટ બોલર ઇશાંત શર્માને પણ ટીમમાં સ્થાન મળ્યું છે. જો કે, એવું જાણવા મળ્યું છે કે ૩૨ વર્ષિય ફાસ્ટ બોલર ઇશાંત તમામ મેચ માટે ઉપલબ્ધ રહેશે નહીં.

આ સાથે આઈપીએલમાં કોલકાતા નાઈટ રાઇડર્સ તરફથી રમનારા નીતીશ રાણા, પવન નેગી અને મનજોત કાલરા જેવા ખેલાડીઓને પણ સ્થાન મળ્યું છે. દિલ્હીની ટીમ તેની પ્રથમ મેચ ૧૧ જાન્યુઆરીએ યજમાન મુંબઇ સામે રમશે.

સૈયદ મુસ્તાક અલી ટ્રોફી ૧૦ જાન્યુઆરીથી શરૂ થશે અને દિલ્હીને મુંબઇ, આંધ્ર, કેરળ અને પુડુચેરીની સાથે એલીટ ગ્રુપ ઇમાં મૂકવામાં આવ્યો છે. આ જૂથની લીગ મેચ વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાશે.

દિલ્હીની ટીમ:-

શિખર ધવન, ઇશાંત શર્મા, નીતીશ રાણા, હિંમત સિંહ, ક્ષિતિજ શર્મા, જોંટી સિદ્ધુ, હિતેન દલાલ, લલિત યાદવ, શિવાંક વશિષ્ઠ, મંજોત કાલરા, સિધ્ધંત શર્મા, અનુજ રાવત, પ્રદીપ સાંગવાન, સિમરજીત સિંહ, પવન નેગી, યશ બડોની, વૈભવ કાંડપાલ, લક્ષય થરેજા, પવન સુયાલ અને કરણ ડાગર.