સોનમ કપૂરે સ્કોટલેન્ડમાં અપકિંમગ ફિલ્મ ’બ્લાઇન્ડ’નું શૂટિંગ શરૂ શરૂ કર્યું

સોનમ કપૂરે ગ્લાસગો, સ્કોટલેન્ડમાં તેની અપકિંમગ ફિલ્મ ’બ્લાઇન્ડ’નું શૂટિંગ શરૂ કરી દીધું છે. આ ફિલ્મ આ જ નામની બનેલી હિટ કોરિયન એક્શન થ્રિલરની હિન્દી રીમેક છે. આમાં સોનમ સાથે પૂરબ કોહલી અને વિનય પાઠક પણ લીડ રોલમાં જોવા મળશે.
’બ્લાઇન્ડ’ એક એવી મહિલા પોલીસ ઓફિસરની સ્ટોરી પર આધારિત છે, જેની કાર દુર્ઘટનામાં આંખોની રોશની જતી રહી છે. તે પોતાની અંદર અલગ સેન્સ ડેવલપ કરીને એક પોલીસ કેસમાં મદદ કરે છે. આ ફિલ્મનું ડિરેક્શન શોમ મખીજા કરી રહૃાા છે.
ફિલ્મ ક્રિટિક તરણ આદર્શે હાલમાં જ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને લખ્યું, ’સોનમ કપૂરની ક્રાઇમ થ્રિલરનું શૂટિંગ સ્કોટલેન્ડના ગ્લાસગોમાં શરૂ. સિરિયલ કિલરની શોધમાં એક અંધ પોલીસ ઓફિસરની સ્ટોરી.’