સોનુ સૂદે કહૃાું-દસ વર્ષ પહેલાં મળી હતી પોલિટિક્સમાં આવવાની ઓફર

  • કેબીસીના એપિસોડમાં સોનુ સૂદની બુકનું અનાવરણ 

 

સોનુ સૂદ, પ્રવાસીઓના મસીહા તરીકે જ્યારથી કામ કરી રહૃાો છે. ત્યારથી લોકો તેની રાજકારણની એન્ટ્રી બાબતે અંદાજો લગાવી રહૃાા છે. જોકે સોનુએ અત્યારસુધી આ બધી વાતોને નકારી દૃીધી છે. પણ તેણે એક વાતનો ખુલાસો કર્યો કે તેને દસ વર્ષ પહેલાં પોલિટિક્સમાં આવવાની ઓફર મળી ચૂકી છે.

સોનુએ બોલિવૂડ હંગામાને આપેલા એક ઇન્ટરવ્યૂમાં કહૃાું કે એક એક્ટર તરીકે હજુ મારે લાંબો સફર કરવાનો છે. તે સપના સાથે, જેને હું લઈને આવ્યો હતો, તે હજુ પૂરા નથી થયા. મને લાગે છે કે તેને પૂરા કરવા મારી પ્રાથમિકતા છે. રાજનીતિમાં જવાનો કોઈ ફિક્સ ટાઈમ નથી હોતો, કોઈ કાળ નિશ્ર્ચિત નથી હોતો. ૫ કે ૧૦ વર્ષ પછી પણ તેને જોઈન કરી શકીએ છીએ. મને ૧૦ વર્ષ પહેલાં ઓફર મળી હતી. હજુ પણ મળી રહી છે, પણ મને કોઈ રસ નથી.

સોનુએ આગળ કહૃાું, હું વિચારું છું કે મારે એ જ વસ્તુ કરવી જોઈએ, જેમાં હું એક્સપર્ટ છું અને તેની સાથે ન્યાય કરી શકું છું. જો મને કોઈ જવાબદારી આપવામાં આવે છે તો હું ગામડા અને શહેરમાં લોકોની મદદ કરવા નહીં જઈ શકું. તે સૌથી જરૂરી છે. તો જ્યારે હું તેમનો એક હિસ્સો બની શકું છું, તેમની સાથે રહીને તેમની સેવા કરી શકું છું તો તેના વિશે વિચારીશ. હાલ એક એક્ટર તરીકે ઘણું બધું કરવાનું બાકી છે. ઘણું બધું અચીવ કરવાનું બાકી છે. બાકી વસ્તુઓ માટે સમય છે.