બોલિવૂડના અભિનેતા સોનૂ સૂદ લોકડાઉનમાં રિયલ હિરો બનીને ઉભરી આવ્યો છે. જરૂરીયાતમંદ લોકો માટે ભગવાનનું રૂપ બનીને આવ્યો છે. એક, બે, પાંચ નહીં પણ હજારો લોકોની મદદ કરી છે. લોકડાઉનમાં જરૂરીયાદ મંદ લોકોની રહેવાથી લઈને જમવા સાથેની સુવિધાઓ પૂરી પાડી હતી. તો હજારો લોકોને પોતાના પરિવાર પાસે પોતાના વતનમાં પોતાના ઘરે પહોંચાડવાની જવાબદારી પણ લીધી હતી. જે તેણે સંપૂર્ણ રીતે નિભાવી છે. દૃેશભરના લોકોમાં સોનૂ સૂદૃની એક અલગ છાપ ઉભી થઈ છે. દૃેશભરના લોકો સોનૂ સૂદને રિયલ હિરો માની રહૃાા છે. સોનૂ સૂદ આ લોકડાઉનના સમયમાં પોતાના પરિવાર અને ઘરથી દૃૂર ફસાયેલા લોકોને તેમના ઘરે પહોંચાડવાનું કામ કરી રહૃાો હતો.
એના માટે સોનુ સૂદ અ તેમની ટીમ રાત દિવસ મહેનત કરતી હતી. અભિનેતાની આ કામગીરી દ્વારા દૃેશભરના લોકોના દિલ જીતી લીધા છે. અભિનેતા સોનૂ સૂદૃે વધુ એક દિલ જીતી લે તેવું કામ કર્યું છે. વાત એમ છે કે હાલમાં જ અભિનેતા સોનૂ સૂદૃે અંદાજીત ૧૭૭ છોકરીઓને ઓડિસાથી એરલિટ કરાવી છે. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે આ છોકરીઓ અર્નાકુલમની એક લોકલ ફેક્ટ્રીમાં સિલાઈનું કામ કરે છે. અચાનકથી લોકડાઉન થયું તો ફેક્ટ્રીમાં કામ બંધ થઈ ગયું. એવામાં આ દરેક છોકરીઓ ત્યાં ફસાઈ ગઈ હતી. આ વાતની જાણકારી અભિનેતા સોનૂ સૂદને તેના મિત્ર દ્વારા મળી હતી.
અભિનેતાએ થોડો પણ સમય બગાડ્યા વગર તે અર્નાકુલમાં ફસાયેલી ૧૭૭ છોકરીઓને પોતાના ઘરે ઓડીસા માટે એયરલિટ કરવામાં આવી. અભિનેતાએ કોચ્ચી અને ભુવનેશ્ર્વર એયરપોર્ટને ચાલુ કરવા માટે સરકારની પરમિશન લીધી છે. અને દરેક છોકરીને સુરક્ષિત તેના ઘર સુધી પહોંચાડી છે.તેમના આ કામની પણ ખુબ જ પ્રસંશા કરવામાં આવી. કેટલાક લોકો અભિનેતાને આશિર્વાદ આપી રહૃાા છે. જણાવી દઈએ કે આ સમયે સોનૂ સૂદની પાસે સોશિયલ મીડિયા દ્વારા બહુ બધા લોકો મદદની માગ કરી રહૃાા છે. આ સિવાય હાલમાં જ અભિનેતાએ એક ટોલ ફ્રી નંબર જાહેર કર્યો છે. જેના દ્વારા લોકોને મદદ મળશે.