સોનૂ સૂદે ૫૦ છોકરીઓને ૮ દિવસની અંદર નોકરી પર લગાવવાનું આપ્યું વચન

બોલિવૂડ એક્ટર સોનુ સૂદ આ દિવસોમાં પોતાના ઉમદા કામને કારણે ચર્ચામાં છે. તે કોરોના યુગમાં આગળ વધીને જરૂરીયાતમંદોને મદદ કરી રહૃાો છે. તેની પાસેથી મદદ માંગનારા લોકો કદી નિરાશ ન થાય. હવે તેણે ધનબાદથી ૫૦ યુવતીઓને નોકરી અપાવવાનું વચન આપ્યું છે. તેણે કહૃાું કે તે એક અઠવાડિયામાં જ તેમના માટે સારી નોકરીની વ્યવસ્થા કરશે.
એક યૂઝરે સોનુ સૂદને ટેગ કર્યા અને ટ્વીટ કર્યું, ‘અમે ઝારખંડના ધનબાદ જિલ્લાના છીએ. લોકડાઉનને લીધે, અમે અને અમારા ગામની ૫૦ છોકરીઓએ નોકરી ગુમાવી દીધી હતી અને હવે અમે બધા અમારા મકાનમાં બેકારી છીએ. અમને બધાને નોકરીની જરૂર છે, સહાય કરો. તમે છેલ્લી આશા છો. તેના જવાબમાં સોનુ સૂદે લખ્યું, ‘ધનબાદમાં અમારી ૫૦ બહેનો એક અઠવાડિયામાં જ સારી નોકરી કરી રહી હશે.
આ મારું વચન છે. સોનુ સૂદના કામને દેશભરના લોકો વખાણી રહૃાા છે. માતા અને વડિલોના આશિર્વાદ મેળવી પોતાની જાતને ધનત્યા મેળવી રહૃાો છે. જરૂરિયાતમંદો માટે એક ઉમદા કામ કરીને લોકોની ભલાઈ કરી રહૃાો છે.