સોમનાથની સખાતે ચડનાર વિર હમીરજી ગોહીલનું અમરેલીમાં ઘોર અપમાન : રોષ

  • જેની કુચને મહંમદ ઘોરી નહોતો રોકી શક્યો તેને સરકારી તંત્રએ રોકી દીધા

અમરેલી, સોમનાથની સખાતે ચડેલા વિર હમીરજી ગોહીલની લાઠી રોડે બાયપાસ ઉપર પ્રતિમા ઉભી કરવામાં આવી છે અને ગમે તે કારણ હોય અથવા તો વિજળીના પોલ ઉભા કરનાર કે તેની ડીઝાઇન કરનારએ વિર હમીરજી ગોહીલનું અપમાન કરવુ હોય તેમ વિચિત્ર રીતે તેમના મોઢા સામે વિજળીનો પોલ ઉભો કરી દેતા આશ્ર્ચર્ય સાથે રોષ છવાયો છે. અમરેલીમાં વિર હમીરજી ગોહીલની પ્રતિમા બાયપાસે મુકવામાં આવી છે આ પ્રતિમાની ડાબે જમણે અને પાછળ દરેક જગ્યાએ વિજળીનો પોલ લાગી શકતો હતો પરંતુ આ પોલ ઉભો કરનાર કે કરાવનારના શરીરમાં મહંમદ ઘોરી જેવી કોઇ વસ્તુએ પ્રવેશ કર્યો હોય તેમ તેણે વિર હમીરજી ગોહીલની પ્રતિમાના મુખની સામે જ તસ્વીરમાં દેખાય છે તે રીતે પોલ ઉભો કરી અને જેના ચેરમેન ખુદ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી છે તેવા બાર જ્યોર્તિલીંગમાં પ્રથમ સ્થાન ધરાવતા સોમનાથ મહાદેવની સખાતે ચડી અને બલીદાન આપનારા વિરનું ઘોર અપમાન કર્યુ હોવાની લાગણી લોકોમાં પ્રવર્તી રહી છે લોકોના નાણાનો દુરપયોગ કરી અને આવુ આડેધડ આયોજન કરનાર સામે સરકારી નાણાના વ્યવ બદલ અને લોકોની આસ્થા અને શ્રધ્ધાના પ્રતિક સમા વિર હમીરજી ગોહીલનું અપમાન કરવા બદલ ગુનો દાખલ થવો જોઇએ તેવી લાગણી પ્રર્વતી રહી છે.