સોમનાથમાં 11 માં રૂદ્ર હનુમાનજીની અભુતપુર્વ પ્રતિમા બનાવતા શ્રી વિઠલભાઇ બાંભરોલીયા

અમરેલી, દેશભરમાં કલાત્મક મોમેન્ટો, સ્ટેજ, પ્રતિમાઓ અને આઇડીયોલોજીમાં જેમનો જોટો ન જડે તેવી વિશિષ્ટ પ્રદર્શની ઉભી કરનાર અને અમરેલીનાં અબ્દુલ કલામનું બિરૂદ જેમને મળેલ છે તેવા મહિલા ગૃહ ઉદ્યોગવાળા શ્રી વિઠલભાઇ બાંભરોલીયાએ સોમનાથ ખાતે 11 માં રૂદ્ર ગણાતા હનુમાનજીની વિષમ આબોહવા સામે ઝીક ઝીલી શકે તેવી હનુમાનજીની પ્રતિમા બચાવી છે અને દેશના ગૃહમંત્રી શ્રી અમીતભાઇ શાહ દ્વારા તેમનું લોકાર્પણ કરવામાં આવ્યુ છે. ભગવાન સોમનાથ મહાદેવના ચરણોમાં અમરેલી જીલ્લાના સપૂતોએ માથા મૂક્યા છે, લાઠીના રાજકુંવર વીર હમીરસિંહજી ગોહિલે ધર્મરક્ષા કાજે કેસરિયા કરેલાં એનો અમર ઈતિહાસ છે એવી રીતે આધુનિક સમયમાં પણ અમરેલીનું ભારતભરમાં ગુંજતુ નામ એટલે વિઠ્ઠલભાઈ બાંભરોલિયાનું મહિલા ગૃહ ઉદ્યોગ જે કલાત્મક મોમેન્ટો, સ્ટેજ, સ્ટેચ્યુ વગેરે માટે જાણીતું છે, અમરેલીના નગરદેવતા નાગનાથ મહાદેવ મંદિર સમક્ષ શીતલ આઈસ્ક્રીમ વાળા ભૂવા પરિવાર દ્વારા નિર્માણ કરવામાં આવેલ સંકટમોચન હનુમાનજીની પ્રતિમા અમરેલીની ઓળખ બની છે, તે ભવ્ય-દિવ્ય મૂર્તિ વિઠ્ઠલભાઈએ બનાવેલ છે તેમજ હવે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ ખાતે પ્રભાસના દરિયાકાંઠે હનુમાનજી મહારાજની સુંદર મૂર્તિ મુકી છે જેની ખાસીયત એ છે કે તે ખારી ભેજવાળી હવાની સામે પણ ટકી શકશે અત્રે ઉલ્લેખનીય છે કે અમરેલીમાં શ્રી અમીતભાઇ શાહના આગમન વખતે તૈયાર કરવામાં આવેલ સ્ટેજ અને થીમ પણ શ્રી વિઠલભાઇ દ્વારા બનાવવામાં આવેલ.