ઔદ્યોગિક હેતુ માટે રેલવે લાઇન નખાતી હોવાના આક્ષેપ સાથે ખેડૂતોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. આ વાત છે ગીર સોમનાથના ખેડૂતોની. જેઓ સોમનાથથી કોડીનારની રેલવે લાઇનનો ઉગ્ર વિરોધ કરી રહૃાા છે. સોમનાથથી કોડીનાર રેલવે લાઇન નાખવાને લઇને ખેડૂતોમાં ઉગ્ર વિરોધ જોવા મળી રહૃાો છે. ખેડૂત એક્તા મંચ, રેલવે અધિકારી અને ડે.કલેકટરની સમાધાન મિટીંગ યોજાઇ. પરંતુ કોઇ સમાધાન ન થયું. ખેડૂતોએ એક જ સૂરમાં લડી લેવાની હાકલ કરી. સુત્રાપાડા ના ૧૧ ગામોના ખેડૂતો પ્રભાવિત થાય છે.
કોડીનાર અને વેરાવળ મળી કુલ ૨૦ જેટલા ગામોના ખેડૂતોની જમીન સંપાદન થવાની છે. જેથી ઉગ્ર વિરોધ જોવા મળી રહૃાો છે. ખેડૂતોએ કોઈપણ ભોગે રેલવે લાઈન ન નાખવા દૃેવા હાંકલ કરી છે જરૂર પડે તો આંદોલનની પણ તૈયારી દર્શાવી છે. ખેડૂતોનું કહેવું છેકે ૪૦ કિલોમીટરની બ્રોડગેજ લાઈન લોકો માટે નહીં પણ આ ઉદ્યોગ હેતુ માટે બનાવાય રહી છે. કોડીનાર,વેરાવળ પેસેન્જર ટ્રેન હતી તે બંધ કરી દૃેવામાં આવી છે અને કંપનીઓને ફાયદો પહોંચાડવા માટે માટે આ રેલ્વે લાઈન નાખવામા આવે છે. સોમનાથ થી કોડીનાર રેલ્વેલાઇન ખાસ ઓધોગીક હેતુ માટેની છે એવો આક્ષેપ ખેડૂત એકતા મંચે કર્યો છે. ત્યારે હાલ તો ખેડૂતો જાન આપીશું પણ જમીન નહીં ના સુત્રોચ્ચાર સાથે આકરા મૂડમાં જોવા મળ્યા છે.