સોમનાથ-ભાવનગર નેશનલ હાઈવેના કામમાં પ્રગતિ અર્થે ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજતા શ્રી કાછડીયા

  • અમરેલી સંસદીય વિસ્તારમાંથી પસાર થતા
  • હાઈવેના ઉચ્ચ અધિકારીઓ સાથે અમરેલી ખાતે બેઠકમાં કામનો તાગ મેળવ્યો

 

અમરેલી,
અમરેલી સંસદીય વિસ્તાર માંથી પસાર થતા સોમનાથ-ભાવનગર નેશનલ હાઈવેના પેકેજ-2 અને પેકેજ-3 ના કાયમાં વધુ પ્રગતિ આવે અને કામ ઝડથી પૂણ થાય તે માટે અમરેલીના સાંસદ શ્રી નારણભાઈ કાછડીયા અને નેશનલ હાઈવેના ઉચ્ચ અધિકારીઓની અમરેલી ખાતે બેઠક યોજાયેલ હતી.
આ બેઠકમાં દિલ્લી થી નેશનલ હાઈવે ઓથોરીટીના મેમ્બર શ્રી આર.કે.પાંડેજી, દિલ્લી થી મીનીસ્ટ્રી ઓફ રોડ એન્ડ ટ્રાન્સપોટના ચીફ એન્જીનીયર શ્રી અશ્ર્વિની કુમાર, ગાંધીનગર થી આર. ઓ. શ્રી આષુતોષજી, પ્રોજેકટ ડીરેકટર શ્રી માનકર સહીતના અધિકારીઓ અને સંબંધિત એજન્સી ઉપસ્થિત રહયા હતા.
આ બેઠકમાં સાંસદશ્રીએ સોમનાથ-ભાવનગર નેશનલ હાઈવેમાં કામનો તાગ મેળવી પેકેજ-ર અને પેકેજ-3 ના કાયમાં વધુ પ્રગતિ લાવવા અને નેશનલ હાઈવેનું કામ ઝડથી પૂણ થાય તે માટે તાકીદ કરેલ હતી.