સોમવારે અમરેલી જિલ્લામાં કોરોનાનાં 30 કેસ

  • રવિવારે કોરોનાનાં 21 પોઝિટિવ કેસ આવ્યા બાદ
  • અમરેલી શહેરનાં તમામ વિસ્તારોમાં કોરોનાનો પગપેસારો : 30માંથી 10 કેસ અમરેલી શહેરનાં : બાબરાના ચરખા ગામના દર્દીનું મૃત્યું

અમરેલી,
રવિવારે કોરોનાનાં 21 પોઝિટિવ કેસ આવ્યા બાદ સોમવારે અમરેલી જિલ્લામાં કોરોનાનાં 30 કેસ સામે આવ્યા છે જેમાં અમરેલી શહેરનાં તમામ વિસ્તારોમાં કોરોનાનો પગપેસારો કર્યો હોય તેમ 30માંથી 10 કેસ અમરેલી શહેરનાં આવ્યા છે જેમાં યોગેશ્ર્વર સોસાયટી, બહારપરા, માણેકપરા, અવધ રેસીડેન્સી, કેરીયા રોડ ઉપર નાગરીક બેંક પાસે 2 કેસ, નારાયણ નગર, ચોરાપા, વેસ્ટર્ન પાર્ક, વૃંદાવન પાર્ક સોસાયટીમાં કેસ આવ્યા છે તથા રાજુલાના મોચીચોક સહિત 4, મોટા માચીયાળા, કોટડાપીઠા, લુણકી, તરઘરી, મોટી કુંકાવાવ, ઠાસા, લાઠી, ફતેપુર, ચિતલમાં 3 કેસ, નાગેશ્રી, પીઠવડી, માંગવાપાળ અને ચમારડી ગામે કોરોના પોઝિટિવ દર્દીઓ મળી આવ્યા છે તથા બાબરાના ચરખા ગામના 50 વર્ષના મહિલા દર્દીનું મૃત્યું નીપજ્યું હતુ.
જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા રેપીડ ટેસ્ટની સંખ્યા ઓછી કરાઇ છે 858 સેમ્પલમાંથી 99 પેન્ડીંગ રહયા છે અને 24 પોઝિટિવ આવ્યા હતા જ્યારે દાખલ કરાયેલ 19 માંથી 6 ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે અને 4 ના નેગેટીવ આવ્યા છે અને દાખલ કરાયેલા 18 દર્દીઓના રિપોર્ટ પેન્ડીંગ છે અમરેલી જિલ્લામાં કુલ પોઝિટિવ દર્દીઓની સંખ્યા 1267 થઇ છે સારવાર હેઠળ 295 છે, 945 સાજા થઇ ગયા છે અને 27 ના મરણ થયા છે.આ ઉપરાંત વડેરા, ચક્કરગઢ રોડ, ગજેરાપરા, બ્રાહ્મણ સોસાયટી, ઢસા, વંડા, સીમરણ, જેશીંગપરા, હડમતીયા, ચિતલ, સરંભડા, હરીરોડ અમરેલી, દેવગામ, કેરાળા, અમરેલી બહારપરાના શંકાસ્પદ દર્દીઓના દાલખ કરી સેમ્પલ લેવામાં આવ્યા છે.