સોમી અલીએ કહૃાું કે, ડામ આપ્યા, વર્ષોથી મારતો રહૃાો”

સોમી અલીએ બોલીવુડના આ એકટર પર લગાવ્યા ચોંકાવનારા આરોપ

બોલિવૂડ એક્ટર સલમાન ખાન પર ફરી એકવાર તેની એક્સ ગર્લફ્રેન્ડ સોમી અલીએ નિશાન સાધ્યુ છે. એક્ટ્રેસે સોશિયલ મીડિયા પર એક નિવેદન જાહેર કર્યું છે, જેમાં તેણે સલમાન ખાનને ’વુમન એબ્યુઝર’ કહૃાો છે. તેણે એક્ટર સાથે પોતાની એક જૂની તસવીર શેર કરી હતી, જેમાં તેણે દાવો કર્યો હતો કે સલમાન ખાન તેને મારતો હતો અને સિગારેટથી ડામ આપતો હતો. સોમીએ આ પોસ્ટ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે, જેને તેણે હવે ડિલીટ કરી દીધી છે. જો કે, પોસ્ટ ડીલીટ કરતા પહેલા જ તેના સ્ક્રીન શોટ્સ વાયરલ થવા લાગ્યા હતા. આ પોસ્ટ દ્વારા સોમીએ સલમાન ખાનને સપોર્ટ કરતી એક્ટ્રેસીસ પર પણ નિશાન સાધ્યું છે. પોસ્ટ શેર કરતા એક્ટ્રેસે લખ્યું- ’હવે ઘણું થવાનું છે. ભારતમાં મારા શો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો અને પછી વકીલો દ્વારા ધમકી આપવામાં આવી હતી. તુ કાયર છે. મને પ્રોટેક્ટ કરવા માટે ૫૦ વકીલો મારી પાછળ ઉભા રહેશે. મને સિગારેટથી ડામ આપવાથી અને અબ્યૂઝ થવાથી બચાવશે, જે તે મારી સાથે વર્ષો સુધી કર્યું છે. સોમીએ પોતાની પોસ્ટમાં આગળ લખ્યું છે – ’તે તમામ એક્ટ્રેસીસને શરમ આવવી જોઇએ જેઓ મહિલાઓ સાથે મારપીટ કરનાર પુરુષનું સમર્થન કરી રહી છે. આવા કલાકારોને પણ શરમ આવવી જોઈએ, જેમણે તેનું સમર્થન કર્યું. હવે તે આર કે પારની લડાઈ બની ગઈ છે.સોમીની પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જેના પર યુઝર્સ અલગ-અલગ રિએક્શન આપી રહૃાા છે. જ્યાં કેટલાક યુઝર્સ સોમીને સપોર્ટ કરી રહૃાા છે તો બીજી તરફ સલમાન ખાનના ફેન્સ તેના સમર્થનમાં ઉભા છે. સોમી અલીની આ પસ્ટ હવે ચર્ચામાં આવી છે. એક્ટ્રેસે સલમાન ખાનનું નામ લીધા વિના આરોપ લગાવ્યો છે કે એક્ટરે ભારતમાં તેના શો પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ સાથે તેમને ધમકીઓ પણ આપવામાં આવી રહી છે.