સોરઠની સાન ગણાતા સાવજ છેલ્લા ૨૦ દિવસથી રાજકોટના મહેમાન બન્યા

સોરઠની સાન ગણાતા સાવજ છેલ્લા ૨૦ દિવસથી રાજકોટના મહેમાન બન્યા છે. રાજકોટના સરધાર રેન્જના ગામડાઓમાં ત્રણ સિંહ જોવા મળ્યા છે. સિંહના આગમનને ફોરેસ્ટ વિભાગ નવા વિસ્તાર હોવાનું માનીને વનરાજાની પાછળ પેટ્રોલિંગ કરી રહી છે. જોકે સિંહપ્રેમી ગીરના જંગલોમાં થયેલા વિસ્તાર અને તૃણભક્ષી પશુઓની અછતના કારણે સિંહ તેમના વિસ્તાર છોડીને બહારના વિસ્તારોમાં આવતા હોવાનો દાવો કરી રહૃાા છે. રાજકોટથી ૨૦ કિલોમીટર દૂર આવેલા સરધાર રેન્જમાં છેલ્લા ૨૦ દિવસથી વનરાજા મહેમાન બન્યા છે.
ત્રણ સિંહોનું એક જુથ આ વિસ્તારમાં ફરી રહૃાુ છે અને અત્યાર સુધીમાં ૨૦થી વધારે પશુઓનું મારણ પણ કરી ચૂક્યા છે. આ વિસ્તારના સરધાર, પાડાસણ, લોથળા, ભયાસર અને કથરોટા વિસ્તારમાં આ સિંહોનું જુથ ફરી રહૃાું છે. સિંહના આ વિસ્તારમાં ડેરા હોવાને કારણે ઘરતીપુત્રો રાજીપો વ્યક્ત કરી રહૃાા છે. સિંહની પ્રકૃતિ છે તે પોતાનો વિસ્તાર પસંદ કરે છે અને એટલા માટે જ તે નવા વિસ્તારોની શોધમાં જોવા મળે છે. છ મહિના પહેલા કરાયેલી સિંહની વસ્તી ગણતરીમાં સિંહોની સંખ્યા ૬૭૪ સામે આવી હતી.
જેમાંથી એક અંદાજ પ્રમાણે ૩૦૦ જેટલા સિંહ ગીર વિસ્તારમાં રહે છે બાકીના સિંહ આસપાસના વિસ્તારમાં ફરે છે. જો કે હવે ગીરના જંગલોમાં તૃણભુક્ષી પ્રાણીઓની સંખ્યા ઘટતા શિકારની શોધમાં બહાર આવી રહૃાા છે. સિંહપ્રેમીઓનું માનવું છે કે સિંહ ખેડૂતોને મદદરૂપ થાય છે ત્યારે તેઓને નવા વિસ્તારમાં અનુકૂળ વાતાવરણ ફોરેસ્ટ વિભાગે પુરૂ પાડવું જોઇએ. બીજી તરફ ફોરેસ્ટ વિભાગ પણ આ વાત માની રહૃાા છે કે ગીરમાં સિંહોની સંખ્યામાં વધારો થયો છે એટલા માટે સિંહ નવા વિસ્તારની શોધમાં આવી રહૃાા છે. જો કે સિંહના સંવર્ધન માટે પુરતી સુવિધાઓ ઉભી થવી જરૂરી છે. ફોરેસ્ટ વિભાગ સિંહના આગમનને આવકારી રહૃાા છે.