સોલાર ઊર્જા ઉત્પાદનમાં દેશમાં ૨૪ ટકાના ફાળા સાથે ગુજરાત પ્રથમ

ગાંધીનગર,
ગુજરાતમાં ગયા વર્ષે ૧,૨૮,૦૦૦ હજાર અરજીઓ સોલાર રુફટોપ યોજના માટે આવી હતી જેમાંથી ૯૮,૦૦૦ ઘરો ઉપર વીજળી ઉત્પન્ન કરવાનું કાર્ય શરૂ થઈ ચૂક્યું છે. સોલાર રુફટોપ યોજના અંતર્ગત ૩ કિલોવોટ સુધી સરકાર ૪૦ ટકા સાધન સબસિડી આપે છે. ૩ કિલોવોટથી ૧૦ કીલોવોટ સુધી ૨૦ ટકા સબસિડી આપે છે. જ્યારે ૧૦ કિલોવોટથી વધુના ઉત્પાદૃન ઉપર સબસિડી આપતી નથી.
સોલાર ઊર્જા ઉત્પાદનમાં દેશમાં ૨૪ ટકાના ફાળા સાથે ગુજરાત પ્રથમલેટ સોસાયટીઓમાં સ્ટ્રીટ લાઈટ, પાણીની મોટરમાં સૂર્ય ઉર્જાના વપરાશ માટે ૨૦ ટકા સબસીડી સરકાર આપે છે. સરકારનો લક્ષ્યાંક૨ છે કે, આગામી ત્રણ વર્ષમાં ૧૦ લાખ લોકો સુધી સોલાર રૂફ ટોપ યોજના પહોંચે. આ યોજના અંતર્ગત કરેલું મૂડીરોકાણ પાંચ વર્ષમાં પરત મળે છે. સરકાર ૨.૨૫ રૂપિયા પ્રતિ યુનિટ લેખે વીજળી ઉત્પાદન કારો પાસેથી વીજળી ખરીદે છે.