સોળ વર્ષથી ફરાર પકડ વોરંટના આરોપીને પકડી પાડયો

  • ઝડપાયેલ આરોપીને કોર્ટ સમક્ષ હાજર કરતી અમરેલી પેરોલ ફર્લો સ્કોડ

અમરેલી , આણંદની નામ.સેશન્સ કોર્ટ ખાતે આરોપી જયેશભાઇ શાંતિલાલ વાજા, રહે.મણિનગર, અમરેલી વિરૂધ્ધ આણંદ ટાઉન પોલીસ સ્ટેશન ફ.ગુ.ર.ન.- 227/2004 ઇ.પી.કો. કલમ 381, 436 વિગેરે મુજબના ગુનાનો કેસ ચાલતો હતો. આરોપી જયેશભાઇ શાંતિલાલ વાજા, નામ.કોર્ટની ન્યાયિક કાર્યવાહીથી બચવા માટે મુદ્દતે નામ.કોર્ટમાં હાજર રહેતો ન હોય, અને આ કેસ ઘણા સમયથી પેન્ડીંગ હોય, નામ.સેશન્સ કોર્ટ, આણંદ તરફથી આરોપી જયેશભાઇ શાંતિલાલ વાજાના નામનું પકડ વોરંટ ઇસ્યુ કરવામાં આવેલ હતું, પરંતુ આરોપી ફરાર હોય, વોરંટની બજવણી થતી ન હતી. જેથી નામ.સેશન્સ કોર્ટ, આણંદ તરફથી અમરેલી પોલીસ અધિક્ષકશ્રીનાઓ બજવણી માટે વોરંટ મોકલવામાં આવેલ હતું.