સોશિયલ મિડિયામાં ચમકેલ રાનૂ મોંડલની હાલત ફરીથી કથળી

૨૦૧૯માં રાનૂ મોંડલનું ભાગ્ય રાતોરાત બદલાઈ ગયું હતું. રાનૂ મોંડલનો એક વીડિયો સોશિયલ મીડિયા પર અત્યંત લોકપ્રિય થયો હતો, જેમાં તે લતા મંગેશકરનું ગીત ગાતી જોવા મળી હતી. રાનૂના અવાજની પ્રશંસા થઈ અને તેના ફેન્સની સંખ્યામાં સતત વધરો થતાં જોવા મળ્યો હતો. હવે રાનૂ મોંડલના જીવનમાં ફરી એકવાર અંધકાર છવાઈ ગયો છે. રિપોર્ટ અનુસાર, તે પોતાનું નવું ઘર છોડીને જૂના મકાનમાં ચાલી ગઈ છે. અહેવાલો મુજબ, આ સમયે રાનૂ મોંડલ પાસે કામ નથી. બોલિવૂડમાં કોરોના વાયરસને કારણે કામ ન મળવાને કારણે તેની આર્થિક સ્થિતિ કથળી રહી છે.
રાનૂ મોંડલનો વીડિયો જોઈને સિંગર હિમેશ રેશમિયાએ તેને પોતાની ફિલ્મમાં ઘણા ગીતો ગાવા આપ્યા હતા. રાનૂ મોંડલ માટે મીડિયામાં કેટલાક અહેવાલો આવ્યા હતા કે સલમાન ખાને તેને એક ઘર ગિટ કર્યું હતું જે અફવા છે.
રાનૂનો ભારે મેકઅપ સાથેનો એક ફોટો વાયરલ થયો હતો. ઘણા લોકોએ સોશિયલ મીડિયા પર તેની મજાક ઉડાવી હતી. તે કાર્યક્રમમાં રાનૂએ રેમ્પ વોક પણ કર્યું હતું. રાનૂનો રેમ્પ વીડિયો પણ સોશિયલ મીડિયા પર અત્યંત વાયરલ થયો હતો.