સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ભારતના એકમાત્ર ગોલ્ડન ટાઇગરની તસવીરો

સોશિયલ મીડિયા પર હાલમાં એક ગોલ્ડન ટાઇગરની તસવીરો ઘણી ઝડપથી વાયરલ થઈ રહી છે. આ ગોલ્ડન ટાઇગરને સોશિયલ મીડિયા પર ખૂબ પ્રેમ મફ્રી રહૃાો છે. નોંધનીય છે કે, વાઘની આ તસવીરો ઈન્ડિયન ફોરેસ્ટ ઓફિસર પ્રવીણ કાસવાનએ પોતાના ટ્વિટર હેન્ડલથી શૅર કરી છે, આ તસવીરોમાં જોઈ શકાય છે કે વાઘને ટૈબી ટાઇગર અને સ્ટ્રોબેરી ટાઇગર તરીકે ઓફ્રખવામાં આવે છે. ગોલ્ડન ટાઇગરની આ તસવીરો ફોટોગ્રાફર મયુરેશ હેંડરેએ ક્લિક કરી હતી. આ ગોલ્ડન ટાઇગર કાઝિરંગા નેશનલ પાર્કમાં સ્પોટ થયો છે.
પ્રવીણ કાસવાને આ તસવીરોને શૅર કરતાં કેપ્શનમાં લખ્યું કે, શું તમે જાણો છો ભારતમાં આપણી પાસે એક ગોલ્ડન ટાઇગર પણ છે. પ્રવીણ કાસવાને શૅર કરેલી તસવીરોને ઘણી પસંદૃ કરવામાં આવી રહી છે. પ્રવીણ કાસવાન દ્વારા વાઘની તસવીરો શૅર કર્યા બાદૃથી જ સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગી. આ તસવીરો પર લોકો અનેક પ્રકારની કોમેન્ટ લખતાં જોવા મળ્યા છે. સાથોસાથ આ તસવીરો પર અત્યાર સુધી બે હજારથી વધુ રિટ્વિટ અને ૧૬ હજારથી વધુ લાઇક્સ આવી ચૂકી છે. પ્રવિણ કાસવાને પોતાના ટ્વિટમાં વધુમાં લખ્યું છે કે આ ખૂબ દૃુર્લભ જાનવર છે. જેનો સોનેરી રંગ લોકોને પોતાની તરફ આકર્ષિત કરે છે.
એક તરફ રૉયલ બંગાલ ટાઇગર તો બીજી તરફ ગોલ્ડન ટાઇગર પોતાના શરીર પર ધારદૃાર લાઇનના કારણે લોકોને ઘણો પસંદૃ આવી રહૃાો છે. બીજી તરફ, કાઝિરંગાના નેશનલ પાર્કના રિસર્ચ ઓફિસર રવિન્દ્ર શર્માએ જણાવ્યું કે, નેશનલ પાર્કમાં આવા ચાર ગોલ્ડન ટાઇગર છે. તેમણે િંચતા વ્યક્ત કરતાં જણાવ્યું કે, આ પ્રકારના વાઘ મફ્રવા તે ઉજવણી કરવાનો સમય નથી પરંતુ િંચતાનો વિષય છે. પરંતુ આવા તકલીફવાફ્રા વાઘોને અલગ તારવી તેમનું ક્રોસ-બ્રિિંડગ કરાવવાની જરૂર છે. રવિન્દ્ર શર્માએ જણાવ્યું કે, વાયરલ થયેલી તસવીર એક વાઘણની છે અને તે ગર્ભવતી છે હવે અમારે એ જોવાનું છે તે ગોલ્ડન કબને જન્મ આપે છે કે નહીં.