અમરેલી,
ભારતસરકારના રીઝર્વ બેંક દ્વારા સોવેરીયન ગોલ્ડ બોન્ડ યોજના દર વર્ષે સમયાંતરે બહાર પાડવામા આવે છે. તે મુજબ આ વર્ષે જુન મહિનામા આ યોજના બહાર પડતા પોસ્ટલ વિભાગે પણ જવાબદારી સંભાળી પોસ્ટલ તંત્રના ઉચ્ચ અધિકારીઓ દ્વારા સમગ્ર રાજયમા અપાયેલા ટારગેટ સાથે પોસ્ટ ઓફીસોમા ગોલ્ડ વેચાણની યોજના અમલમા મુકાયેલી આ યોજનામા લોકોનો સમગ્ર જીલ્લામાંથી અભુતપુર્વ પ્રતિસાદ મળ્યો છે. આ અંગે પોસ્ટલ વિભાગ દ્વારા સર્વે મુજબ સમગ્ર સૌરાષ્ટ્રમા અમરેલી પોસ્ટલ ડિવિઝને પ્રથમ આવી ગૌરવ વધાર્યુ છે. કારણ કે આ વર્ષે જુન મહિનામા 19 થી 23 જુન દરમ્યાન સરકારે સોવેલીયન ગોલ્ડ બોન્ડ સ્કીમ બહાર પાડેલી તેમા અમરેલી પોસ્ટલ ડિવિઝને માત્ર પાંચ દિવસની અવધીમા 1854 ગ્રામ સોનું વેચ્યું છે. જે સમગ્ર સૌરાષ્ટ્રનો ઉંચો આંકડો જુનાગઢ પોસ્ટલ ડિવિઝનમા 254 ગ્રામ અને પોરબંદર ડિવિઝનમા 331 ગ્રામ સોનાનું વેચાણ થયું હતું તેની સામે અમરેલી ડિવિઝને 1854 ગ્રામ સોનાનું વિક્રમજનક વેચાણ કરી સમગ્ર સૌરાષ્ટ્રમા ડંકો વગાડયો છે.હવે આ સ્કીમ આવતા જુનમા આવશે પણ તે માટે લોકો અત્યારથી જ ઈંતજાર કરી રહયા છે. તેઓ જબર જસ્ત રીસપોન્સ લોકોમાંથી મળ્યો છે. 1854 ગ્રામ સોનું ખરીદયું ત્યારે 19 થી 23 જુનમા એક ગ્રામના 59 હજાર 26 રૂપિયા હતા.તે મુજબ આંકડો જોઈએ તો કુલ 1 કરોડ 99 લાખ 86 હજાર 804 રૂપિયાનો બીઝનેસ ગણાય. આમ યોજનાને સર્વત્ર આવકાર સાથે સહયોગ મળી રહયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ યોજનામા ગોલ્ડ આપવામા આવતું નથી. પણ જે તે વખતની સોનાની કિંમત પ્રમાણે માર્કેટનો ટ્રેન્ડ ચાલે છે અને તે મુજબ ખરીદી અને વેચાણ થાય છે. જયારે સોનાને બદલે ખરીદી પ્રમાણે અને બજારના ટ્રેન્ડ પ્રમાણે કિંમતની આકારણી કરી ગોલ્ડ બોન્ડ ઈસ્યુ કરવામા આવે છે. જો સોનું હોય ઘરમા તો સાચવવાની ચિંતા રહે છે તેને બદલે સીધા બોન્ડ આપવાથી લોકોને સરળતા રહે છે તેમ પોસ્ટલ ડીવીઝન દ્વારા જાણવા મળ્યું છે.