સૌથી જૂની ગેલેક્ષી અંતરિક્ષમાં સામે આવી રહી છે

તા. ૨૩.૭.૨૦૨૨ શનિવાર, સંવંત ૨૦૭૮ આષાઢ વદ  દશમ, કૃત્તિકા   નક્ષત્ર, બવ   કરણ આજે જન્મેલાંની  ચંદ્રરાશિ  વૃષભ (બ,વ,ઉ) રહેશે.

મેષ (અ,લ,ઈ) : તમારા યોગ્ય વાણી વર્તનથી લાભ મેળવી શકો,પ્રગતિકારક દિવસ રહે.
વૃષભ (બ,વ,ઉ) : તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય,યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.
મિથુન (ક,છ,ઘ) : વાદ વિવાદ થી દૂર રહેવું,જામીનગીરી ના કરવા સલાહ છે..
કર્ક (ડ,હ)           : સગા સ્નેહી મિત્રો થી સારું રહે,આગળ વધવાની તક પ્રાપ્ત થાય.
સિંહ (મ,ટ) :  વેપારીવર્ગ ને સારું રહે,નવી દિશાઓ ખુલતી જણાય,પ્રગતિ થાય.
કન્યા (પ ,ઠ ,ણ ) : ધ્યાન યોગ મૌન થી લાભ થાય,દાન ધર્મ કરી શકો,શુભ દિન.
તુલા (ર,ત) : દૂર દેશ થી સારા સમાચાર મળે, લાગણી ની વાત વ્યક્ત કરી શકો.
વૃશ્ચિક (ન ,ય ) : દામ્પત્યજીવનમાં સારું રહે,પરિવાર સાથે આનંદ માણી શકો.
ધન (ધ ,ભ ,ફ ,ઢ ): તબિયતની કાળજી લેવી,ખાવા પીવામાં ધ્યાન રાખવું,મધ્યમ દિવસ.
મકર (ખ ,જ ) : પ્રણયમાર્ગે આગળ વધી શકો,ગમતી વ્યક્તિથી મુલાકાત થાય.
કુંભ (ગ ,સ,શ ) :    કોર્ટ કચેરી માં રાહત થાય, અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો.
મીન (દ ,ચ ,ઝ ,થ): સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય,રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો.

જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી

અગાઉ લખ્યા મુજબ લેબર બાબતે કોર્ટે મહત્વની ટિપ્પણી કરી છે શનિ મહારાજ વક્રી થતા અત્રે લખ્યું હતું કે લેબર બાબતે કોર્ટના મહત્વના ચુકાદાઓ અને ટિપ્પણી આવતા જોવા મળે તો બીજી તરફ મુદ્રાસ્થિતિ અને બેન્ક બાબતે વિશ્વભરમાં સમાચારો જોવા મળી રહ્યા છે જે વિષે અત્રે લખી ચુક્યો છું અને ચીનમાં બેંકોની સ્થિતિ કફોડી થતી જોવા મળી રહી છે. બીજી તરફ અગાઉ લખ્યા મુજબ અંતરિક્ષના નવા નવા રહસ્યો વેબ સ્પેઇસ ટેલિસ્કોપ દ્વારા ઉકલી રહ્યા છે અને સૌથી જૂની ગેલેક્ષી અંતરિક્ષમાં સામે આવી રહી છે. ગોચર ગ્રહોની વાત કરીએ તો વક્રી શનિ મહારાજ મકરમાં થી પસાર થઇ રહ્યા છે જે અગાઉ લખ્યા મુજબ કેટલાક ક્ષેત્રોમાં મુશ્કેલી વધારી રહ્યા છે અને ફુગાવો અને મોંઘવારી શિરદર્દ બની રહ્યા છે વળી રોજગારી બાબતે પણ વિશ્વમાં પ્રશ્નો ખડા થઇ રહ્યા છે અને વિશ્વમાં એક મંદીની લહેરની દહેશત ફેલાઈ રહી છે પરંતુ જાન્યુઆરીમાં શનિ મહારાજ માર્ગી થઇ આગળ વધતા પરિસ્થિતિ થાળે પડતી જોવા મળશે જો કે ત્યાં સુધીમાં કેટલાક દેશમાં આર્થિક સ્થિતિ વણસતી જોવા મળી શકે છે જેનો ઉકેલ આગામી વર્ષે નીકળતો જોવા મળશે. સૂર્ય બુધ બુધાદિત્ય યોગ કર્કમાં સારું પરિણામ આપી રહ્યો છે.