સૌથી મોટા ઉદ્યોગપતિ રતન ટાટાના વિષે જાણો જાણી-અજાણી રસપ્રદ વાતો

રતન ટાટા નામ સાંભળતા જ વિશ્ર્વના સૌથી મોટા ઉદ્યોગપતિઓની યાદી નજર સમક્ષ આવી જાય. જેમાં ઉદ્યોગ જગતનું ગૌરવ ગણાતા રતન ટાટા હંમેશા જોવા મળે છે. ત્યારે તેમના જન્મ દિવસ પર જાણો કેટલીક એવી વાતો જે સામાન્ય લોકો માટે પ્રેરણારૂપ છે. ટાટા ગ્રુપના ભૂતપૂર્વ ચેરમેન રતન ટાટા દૃેશના સૌથી મોટા ઉદ્યોગપતિઓમાંનાએક છે. ૨૮ ડિસેમ્બર ૧૯૩૭ના મુંબઈમાં થયો હતો. આજે રતન ટાટાનો ૮૫મો જન્મ દિવસ છે. રતન ટાટા તેમની સાદગી અને નમ્રતા માટે જાણીતા છે. ભારતના સૌથી મોટા દાતાઓમાં રતન ટાટાનું નામ પણ સામેલ છે. સાદગીમાં જીવ્યા પછી પણ રતન ટાટાને કેટલીક વસ્તુઓ ખૂબ જ પસંદ છે જેની કિંમત કરોડોમાં છે. રતન ટાટા નવલ ટાટાના પુત્ર છે જેમને નવજાબાઈ ટાટાએ તેમના પતિ રતનજી ટાટાના મૃત્યુ પછી દત્તક લીધા હતા. રતન ટાટાએ તેમનું પ્રારંભિક શિક્ષણ મુંબઈની કેમ્પિયન સ્કૂલમાંથી મેળવ્યું હતું અને કેથેડ્રલમાંથી જ માધ્યમિક શિક્ષણ મેળવ્યું હતું. ત્યાર બાદ તેમણે જોન કેનન કોલેજમાંથી આર્કિટેક્ચરમાં મ્જીઝ્રની ડિગ્રી મેળવી. ત્યાર બાદ ૧૯૬૨માં કોર્નેલ યુનિવર્સિટીમાંથી કોમ્યુનિકેશન એન્જિનિયિંરગ અને ૧૯૭૫માં હાર્વર્ડ બિઝનેસ સ્કૂલમાંથી એડવાન્સ મેનેજમેન્ટ પ્રોગ્રામ કરી ડિગ્રી મેળવી હતી. રતન ટાટા ૧૯૯૧થી ૨૦૧૨ સુદી ટાટા ગ્રુપના ચેરમેન પદૃે રહૃાા હતા. ૨૮ ડિસેમ્બર ૨૦૧૨ના રોજ તેમણે ટાટા જૂથનું અધ્યક્ષ પદ છોડી દીધું હતું. પરંતુ તેઓ હજુ પણ ટાટા જૂથના ચેરિટેબલ ટ્રસ્ટના અધ્યક્ષ છે. તેમના કાર્યકાળ દરમિયાન ટાટા સ્ટીલ, ટાટા મોટર્સ, ટાટા પાવર, ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ, ટાટા ટી, ટાટા કેમિકલ્સ, ઈન્ડિયન હોટેલ્સ અને ટાટા ટેલિસર્વિસિસ જેવી તમામ મોટી ટાટા જૂથ કંપનીઓના ચેરમેન પણ હતા. જેનું સફળ નેતૃત્વ કરી તેમણે ટાટા જૂથે નવી ઊંચાઈ સુધી પહોંચાડ્યું. ટાટા સન્સના ભૂતપૂર્વ ચેરમેન રતન ટાટાને ૨૦૦૮માં પદ્મ વિભૂષણ અને ૨૦૦૦માં પદ્મ ભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા. રતન ટાટા તેમની અધ્યક્ષતામાં ટાટા જૂથને નવી ઊંચાઈઓ પર લઈ જવામાં સફળ રહૃાા હતા. આંકડા મુજબ તેમના નેતૃત્વમાં ટાટા જૂથની આવકમાં ૪૦ ગણાથી વધુ અને નફામાં ૫૦ ગણાથી વધુનો વધારો નોંધાયો હતો. રતન ટાટાનો પરિવાર સામાજિક અને ધાર્મિક કાર્યોમાં હંમેશા આગળ રહૃાો છે. રતન ટાટા હંમેશા ગરીબ અને જરૂરિયાતમંદૃોની મદદ કરવા તત્પર રહૃાા છે. તેમણે વૈશ્ર્વિક મહામારી કોરોનાના કપરા કાળમાં પણ પીએમ કેર ફંડમાં ૫૦૦ કરોડની જંગી રકમ દાનમાં આપી હતી. આ સિવા પણ અનેક સામાજિક કાર્યોમાં તેઓ સક્રિય રહૃાા છે. રતન ટાટાનું મુંબઈના કોલાબામાં લક્ઝરી હાઉસ છે. રતન ટાટાનું આ ઘર ૧૪,૦૦૦ સ્ક્વેર ફૂટમાં ફેલાયેલું છે. આ આલીશાન ઘરની કિંમત લગભગ ૧૫૦ કરોડ રૂપિયા છે. જેમાં અનેક રૂમ, જિમ, સ્વિમિંગ પૂલ, સન ડેક, બાર, લાઉન્જ સહિતની તમામ સુવિધાઓ છે.તો રતન ટાટા પાસે ૨૨૪ કરોડનો ફ્રાન્સના એન્જિનિયરોએ બનાવેલ ડસોલ્ટ ફાલ્કન ૨૦૦૦ પ્રાઈવેટ જેટ છે. એટલું જ નહીં પણ રતન ટાટા પાસે તેમના પ્રસિદ્ધ સંગ્રહમાં ટોપ-સ્પીડ, કન્વર્ટિબલ, લાલ ફેરારી કેલિફોર્નિયા જેવી મોંઘી કાર પણ છે. આ ફેરારી કેલિફોર્નિયાની િંકમત લગભગ ૩.૪૫ કરોડ રૂપિયા છે.